અભિયાન:ઊના પંથકમાં 300 લોકોને ટીબીનાં લક્ષણ, વહેલું નિદાન કરવા સંકલ્પ

ઊનાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખાનગી તબીબો સાથે આરોગ્ય વિભાગે બેઠક યોજી, શ્રેષ્ઠ કામગીરી કરનારનું સન્માન

ઊના અને ગીર-સોમનાથ જિલ્લામાં વધી રહેલા ટીબીનાં કેસને અટકાવવા માટે જિલ્લા આરોગ્ય અધિકારીએ સાથે બેઠક યોજી હતી. અને તેમના પર કાબુ કઈ રીતે મેળવી શકાય. શું સાવચેતી રાખવી તે મુદ્દે દર્દીઓને સમજ આપવા મુદ્દે પણ ચર્ચા થઈ હતી. આ ઉપરાંત સારવાર માટે ડીઓટીએસ પોગ્રામ હેઠળ વહેલી તકે સારવાર મળી રહે છે. આ અભિયાન દરેક જિલ્લામાં ચાલી રહ્યાં છે. ગીર-સોમનાથમાં ટીબી રોગનાં કેસનો દર 60 ટકા આસપાસ હોય. જ્યારે ઊના પંથકમાં 300થી વધુ કેસ જોવા મળે છે.

જો કોઈ દર્દીમાં ટીબીનાં લક્ષણો જોવા મળે તો ખાનગી તબીબોએ પણ તુરંત જાણ કરી કામગીરી કરવા તેમજ આ રોગને ડામી દેવા મુદ્દે ચર્ચા થઈ હતી. આ બેઠકમાં જિલ્લા આરોગ્ય ટીબી વિભાગનાં અધિકારી પરમારભાઈ, ઈન્ડીયન મેડિકલ એસો.નાં તબીબો, ઊના-દીવ તબીબ એસો.નાં પ્રમુખ ડો.સિદ્ધાંત શાહ, સિનીયર તબીબ ડો.બી.બી.વરૂ, ડો.સોજીત્રા, ડો. જુગી, ડો.અશોક બલદાણીયા, ડો.મુકેશ બલદાણીયા, ડો. મેહુલ સોલંકી, ડો.અતીક રવન્ના, ડો.માંડવીયા, ડો. મનોજ માનસેતા, વિપુલ ડુમર, ડો.ખોડીફાડ સહિતનાં હાજર રહ્યાં હતા. અને ટીબીનાં રોગને ખતમ કરવાનો સંકલ્પ લેવાયો હતો. ટીબીનાં રોગને ખતમ કરવાની શ્રેષ્ઠ કામગીરી કરનાર ઊનાનાં તબીબનું સન્માન કરવામાં આવ્યું હતું.

પ્રોજેક્ટર દ્વારા સમજ અપાઈ
તમામ તબીબોને પ્રોજેક્ટરનાં માધ્યમથી આ રોગ વિશે સમજ અપાઈ હતી. અને સારવાર તેમજ સરકાર દ્વારા મળતા લાભો અંગે છણાવટ કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...