તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધાર્મિક:સોમનાથ મંદિરની બહાર જ આરતી, દર્શનનો લાભ લઈ શકાશે, 12 ફુટ ઉંચા સ્થંભ પર 3 સ્ક્રીન લગાવાયા

વેરાવળ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
મંદિરના લાઈવ દર્શન માટે 3 એલઈડી ટીવી સ્ક્રીન લગાવાઇ - Divya Bhaskar
મંદિરના લાઈવ દર્શન માટે 3 એલઈડી ટીવી સ્ક્રીન લગાવાઇ
 • કોરોનાના લીધે પ્રવેશ બંધ હોવાથી દર્શનાર્થીઓ માટે ખાસ વ્યવસ્થા

વિશ્ચ પ્રસિદ્ધ ભારતના બાર જયોતિર્લિંગ પ્રથમ સોમનાથ મહાદેવ મંદિર ભુમિમા જ પ્રવેશતા ભાવિક દર્શનાર્થીઓ શિવ અનુભુતિ દર્શન અને ભગવાન ભુમિમાં પહોંચવાનો અહેસાસ માટે સોમનાથ મંદિર ખાતે તાજેતરમાં ત્રણ એલ. ઈ. ડી. ટીવી સ્કીન ટાવર રૂ.35 લાખના ખર્ચે કાર્યરત કરવામાં આવેલા છે. હાલમાં કોરોનાની વૈશ્વિક મહામારીને લઈને આરતી સમયે દર્શનાર્થીઓનો પ્રવેશ બંધ છે. તે માટે ત્યારે આ ત્રણ અલગ-અલગ જગ્યાએ એલ.ઇ.ડી. મુકવામાં આવી છે. જેથી દર્શનાર્થીઓ મંદિરની બહાર ઉભા રહી અને દર્શનનો તથા આરતીનો લાભ લઈ શકે છે.

સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજય સિંહ ચાવડા કહે છે, કે સોમનાથ મંદિર વૈશ્વિક આઇકોનીક પ્લેસ જાહેર કરાતાં તેના વિકાસમાં ભારતની બે મોબાઇલ કંપનીઓ કે જે ઇસીઆર પાર્ટનર છે. તેના તરફથી વિકાસ પ્રોજેક્ટના ભાગરૂપે સોમનાથ મંદિર દિગ્વીજય દ્વારના ઉતર દિશા દરવાજા પાસે તથા સોમનાથ મંદિર અતિથિગૃહ સંકુલ એટલે કે ટ્રસ્ટની ઓફસી પાસે અને ત્રીજો ટાવર ટ્રસ્ટ પાર્કિંગ પોઇન્ટ ઉપર રાખાયેલ છે. જેથી સોમનાથ દર્શને આવતા દર્શનાર્થીઓ વાહન પાર્ક કરી આ ભુમિમા ઉતરે ત્યાં જ દર્શન સ્કીન ઉપર કરી ધન્યતા અનુભવી શકે છે.

12 ફુટ ઉંચા સ્થંભ પર 3 સ્ક્રીન લગાવાયા
સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિરે આવતા દર્શનાર્થીઓ માટે ખાસ ત્રણ એલ.ઈ.ડી. સ્ક્રીન લગાવામાં આવી છે. જેમાં 20 બાય 10ના બે એલ.ઈ.ડી. સ્ક્રીન મંદિરના મુખ્ય દ્વારા પર 12 ફુટની ઉચા સ્તંભ પર લગાવવામાં આવ્યા છે. જ્યારે અન્ય એક 6 બાય 8નું એક સ્ક્રીન લગાવામાં આવ્યું છે.

સોમનાથ મહાદેવનું લાઈવ પ્રસારણ
સોમનાથમાં એલ. ઈ. ડી. ટીવી સ્કીનમાં ભગવાન સોમનાથના જયોતિર્લિંગોનો લાઇવ પ્રસારણ મંદિર ખુલવાથી માંડી બંધ થાય ત્યા સુધી સતત સુરેખ અને શોપ તથા ક્લીન રીતૈ જોઇ શકાતું હોય છે. જેથી મંદિરનું લાર્જ વિશાળ સ્ક્રીન ઉપર દ્રશ્ય દર્શનાર્થીઓને જોવા મળી રહે છે અને તીર્થ શોભામય સુવિધામય અને ભારતના શ્રેષ્ઠ તીર્થ તરીકે યાત્રિકો પ્રવાસીઓમાં પ્રભાવિત કરતું રહે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો