જુઓ તસવીરોમાં ‘તાઉ-તે’ની તબાહીનાં દૃશ્યો:સૌરાષ્ટ્રનો દરિયો ગાંડોતૂર બન્યો; અનેક વૃક્ષો ધરાશાયી થયાં, લોકોને પોતાનાં ઘર છોડવાં પડ્યાં, તો પાટણમાં મહિલાના માથે થાંભલો પડતાં મોત નીપજ્યું

ઉના, પોરબંદર, દ્વારકા, પાટણએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
તાઉ-તે વાવાઝોડું રાતે 9.30 વાગ્યે પ્રચંડ ઝડપે ઉનાના દરિયાકાંઠેથી ગુજરાતમાં પ્રવેશ્યું હતું. - Divya Bhaskar
તાઉ-તે વાવાઝોડું રાતે 9.30 વાગ્યે પ્રચંડ ઝડપે ઉનાના દરિયાકાંઠેથી ગુજરાતમાં પ્રવેશ્યું હતું.
  • ઉનામાં મોડી રાત્રે ધોધમાર વરસાદ શરૂ, સંખ્યાબંધ વીજપોલ તૂટી જતાં અંધારપટ
  • ભારે પવનને કારણે વૃક્ષો પડી જવાથી ઠેર ઠેર રસ્તા બંધ થઈ ગયા

તાઉ-તે વાવાઝોડું સોમવારની રાતે ઉના પાસે ગુજરાતના કિનારે ત્રાટક્યું હતું, ભારે પવનને કારણે સંખ્યાબંધ વીજપોલ અને વૃક્ષો ધરાશાયી થઈ ગયાં હતાં. હાઈવે અને ગ્રામ્ય વિસ્તારોમાં મોટી સંખ્યામાં વૃક્ષો પડી ગયાં હોવાથી રસ્તાઓ બંધ થઈ ગયા હતા, જ્યારે વીજપોલ પડી જતાં સમગ્ર પંથકમાં અંધારપટ છવાયો હતો. વાવાઝોડું આવતાં પહેલાં જ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકિનારે મોટાં મોજાં ઊછળવાનું શરૂ થઈ ગયું હતું. જોકે અગાવથી કરેલી તૈયારી અને રાતનો સમય હોવાથી જાનહાનિ થઈ નહોતી. દક્ષિણ ગુજરાતમાં સાંજથી જ વરસાદ પડવાનો શરૂ થઈ ગયો હતો. જ્યારે વાવાઝોડું ટકરાયા બાદ સૌરાષ્ટ્રમાં પણ વરસાદ શરૂ થયો હતો.

સોરઠના દરિયાકિનારા નજીક વાવાઝોડુ પહોંચતાં એની ભારે અસર જોવા મળી રહી છે. સોમવારે દિવસ દરમિયાન ઉના, વેરાવળ અને દીવમાં 80 કિમીની ઝડપે પવન ફૂંકાયો હતો. આ ઉપરાંત ઉનાના સંયદ રાજપરા બંદરના કિનારે એક બોટ ડૂબી ગઇ હતી. કોડિનાર પાસે પણ એક બોટ તણાઈ ગઈ હતી.જો કે, જાનહાનિ થઇ ન હતી.

પોરબંદરના દરિયામાં મોજાં ઊછળ્યાં હતાં.
પોરબંદરના દરિયામાં મોજાં ઊછળ્યાં હતાં.

વાવાઝોડાને પગલે વલસાડના તિથલ દરિયા કિનારે બનાવેલા ફૂડ સ્ટોલને નુકસાન પહોંચ્યું હતું. ભારે પવનને કારણે સ્ટોલ તૂટી ગયા હતા. અગાઉથી જ તંત્ર દ્વારા બીચ પર જવાની મનાઈ ફરવામી દેવામાં આવી હતી જેથી ત્યાં કોઈ જાનહાની થઈ નથી. માત્ર માલસામાનનું નુકસાન થયું છે.

દ્વારકાઃ શ્રીકૃષ્ણને અડધી કાઠીએ ધ્વજા ચઢાવાઇ
દ્વારકાઃ શ્રીકૃષ્ણને અડધી કાઠીએ ધ્વજા ચઢાવાઇ

દ્ધારકાધીશજી મંદિરમાં વર્તમાન સ્થિતિને ધ્યાનમાં લઇને ધ્વજાજી અડધી કાઠીએ ચઢાવાઇ હતી.

રસ્તામાં વૃક્ષ પડતા ઓક્સિજન લઈ જતો ટેમ્પો અટવાઈ ગયો હતો

ઉનામાં 165 કિમીની ઝડપે પવન ફૂંકાયો હતો, એમાં એક વીજપોલ તૂટી પડતાં સ્કૂટર દબાઈ ગયું હતું.

સુરતમાં વાવાઝોડાની ખાસ કોઈ અસર થઈ નહોતી, પરંતુ રવિવારે વરસાદ તૂટી પડ્યો હતો. સાંજે ધોધમાર વરસાદ પડતાં રસ્તા પરથી જતાં વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

પાટણમાં શર્મિષ્ઠાબેન રાવળ પરિવાર સાથે ખાટલામાં સૂતાં હતાં ત્યારે વીજપોલ પડતાં મહિલાનું મોત થયું હતું.

વાવાઝોડાની અસરના કારણે સુરતના ડુમસ બીચ પર દિવસભર મહાકાય મોજા ઉછ્ળ્યા હતા. કાંઠા વિસ્તારમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસેડી લેવાયા હતા. એનડીઆરએફની ટીમને ખડેપગે તૈનાત કરાઈ હતી.

મેઘરજ તાલુકામાં વાવાઝોડા વરસાદ પડ્યો હતો.પવન ફૂંકાતા મકાનોના પતરાં ઉડ્યા હતા.

તાઉતે વાવાઝોડાના પગલે દરિયાના મોજાં તીવ્ર ગતિએ ઉછળતા ઘોઘામાં સંરક્ષણ દિવાલ તૂટી.

જૂનાગઢમાં ભારે પવન ફૂકાયો હતો જેના કારણે શહેરના ગેઇટ પર મૂકવામાં આવેલી સિંહની 4 પ્રતિમાઓમાંથી એક નીચે પડી ગઈ હતી.

તલાલામાં ખેડૂતોનો કેરીનો 65 ટકા પાક નિષ્ફળ જાય તેવી સંભાવના
તલાલામાં ખેડૂતોનો કેરીનો 65 ટકા પાક નિષ્ફળ જાય તેવી સંભાવના

આંકોલવાડી રોડ પર પડેલા પીપળાના વૃક્ષને 10 મિનિટમાં દુર કર્યું.

રસ્તા વચ્ચ વૃક્ષ પડતા વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો

દરિયામાં કરંટ હોવાને કારણે કિનારે બાંધેલી બોટ ડૂબવા લાગી હતી

રણકાંઠે આવેલા સાંતલપુર રાધનપુર તાલુકાના 127 ગામો અને સમી શંખેશ્વર તાલુકાના 17થી વધુ ગામોમાં ઝૂંપડા અને કાચા મકાનોમાં રહેતા લોકોને સ્થળાંતર કરવા માટે તંત્રની ટીમો ગામમાં મોકલવામાં આવી હતી.

અમરેલીમાં તાઉ તે વાવાઝોડાના પગલે લાઠી રોડ કોલેજ સર્કલ, નાના બસ સ્ટેન્ડ સહિતના વિસ્તારોમાં જોખમી હોર્ડિંગ્સ ઉતારવામાં આવ્યા હતા.

ઉનામાં વાવાઝોડાને પગલે દરિયામાં વિકરાળ મોજા ઊછળ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...