તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેબીનાર:વેરાળના માછીમારોના ધંધાને વેગ આપતો વેબીનાર યોજાયો

વેરાવળ19 દિવસ પહેલા
  • કૉપી લિંક

વેરાવળ સંશોધન કેન્દ્ર ખાતે "ગૌણ કાચોમાલ: ફિશરીઝ બિઝનેસમાં એક નવો એવન્યુ” વિષય પર એક વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જમાં વિવિધ રાજ્યોના અંદાજીત 100 જેટસા મતસ્ય ઉદ્યોગ સાહસિકોએ ભાગ લીધો હતો.કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે સાંસદ રાજેશભાઇ ચુડાસમા દ્વારા વર્ચ્યુઅલ રીતે દીવો પ્રગટાવી શરૂઆત કરી હતી.

તેમના જણાવ્યા મુજબ મત્સ્ય ઉદ્યોગ સાહસિકને પડતી સમસ્યાને ધ્યાને લેતા કોવિડ-19ને કારણે માછીમારી નિકાસ તેમજ ઘરેલુ ધંધામાં નુકસાની થઈ રહી છે. જેથી પીએમએમએસવાય યોજનામાં સુધારો કરવા પુષ્ટી આપી હતી. ઉપરાંત ઉત્પાદન માટે કાચા માલ તરીકે માછલીના કચરાનો ઉપયોગ કરવાથી નફામાં વધારો જોવા મળ્યો હતો. અને તેનો ઉપયોગ જણાવા બદલ આઈસીએઆર-સીઆઇએફટી દ્વારા લેવામાં આવેલા પ્રયાસોને બિરદાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...