તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અલભ્ય સિદ્ધિ:ગીર સોમનાથની સરકારી વિજ્ઞાન કોલેજના પ્રાધ્યાપકને દરિયાઈ જીવ સૃષ્ટિ પર સંશોધન માટે અમેરિકાની સંસ્થા દ્વારા એવોર્ડ અપાયો

વેરાવળ6 મહિનો પહેલા
કોલેજના પ્રાધ્યાપકે અલભ્ય સિદ્ધિ મેળવી
  • ગુજરાતના દરિયાકાંઠાની જીવસૃષ્ટિ પર વિશેષ સંશોધન થશે
  • ગુજરાત જ નહીં સમગ્ર ભારતમાં આ પ્રકારની સિદ્ધિ હાંસલ કરનાર એકમાત્ર પ્રોફેસર

ભારતનો દરિયા કિનારો આશરે 1 લાખ 24 હજાર કિ.મી. લાંબો છે. જેમાં ગુજરાતનો આશરે 1660 કિ.મી. દરિયા કિનારો સૌથી લાંબો માનવામાં આવે છે. જેમાં પણ સૌરાષ્ટ્રનો દરિયા કિનારો 900 કિ.મી. લંબાઈ ધરાવે છે. અને ગુજરાત રાજ્યના દરીયાકાંઠે વિપુલમાત્રામાં જૈવ સંપદાનો કુદરતી ખજાનો છે. ત્યારે ગુજરાત માટે અત્યંત આનંદના સમાચાર એ છે કે, વિશ્વની નામાંકીત મરીન લેબ અને દરીયાઇજીવ સંરક્ષણ માટે કામ કરતી સંસ્થા ગુજરાતના દરિયા કાઠા પર દરિયાઇ જીવ ના સંરક્ષણ માટે કામ કરવા આગળ આવી છે. અને તેના મોટો શ્રેય ગીર સોમનાથની સરકારી વિજ્ઞાન કોલેજમાં ફરજ બજાવતા પ્રોફેસર ડો.પરેશ પોરીયાને ફાળે જાય છે.

દરિયાકાંઠાની જીવસૃષ્ટિ પર વિશેષ સંશોધન થશે
દરિયાકાંઠાની જીવસૃષ્ટિ પર વિશેષ સંશોધન થશે

ડો.પરેશ પોરીયાને ગ્રાન્ડ એવોર્ડ આપવામાં આવ્યો
નવયુવાન ડો.પરેશ પોરીયા છેલ્લા દસ વર્ષથી દરિયાઇ જીવ સૃષ્ટી પર સંશોઘન કાર્ય કરી રહ્યાં છે. વિશ્વમાં દરિયાઇ જીવવિજ્ઞાન સંરક્ષણ અને સંશોઘન ક્ષેત્રે કાર્યરત અને વિશ્વ પ્રસિધ્ધ એવી અમેરીકાના ફલોરીડા સ્થિત મોટ મરીન લેબોરેટરી અને યુથ ઓસીન કન્ઝર્વેશન સમીટ દ્વારા ડો.પરેશ પોરીયાને ગ્રાન્ડ એવોર્ડ આપવામાં આવ્યો છે. તથા ગુજરાતના દરિયાકાંઠા પર દરિયાઇ જીવસૃષ્ટી પર વિશેષ સંશોઘન માટે નિર્ણય કર્યો છે. ગીર સોમનાથ સરકારી વિજ્ઞાન કોલેજના પ્રિન્સિપલ ડો.સ્મીતા છગનાના જણાવ્યા પ્રમાણે ડો.પરેશ પોરીયાની આ અલભ્ય સિદ્ધી છે. કારણ કે આ પ્રકારની સ્કોલરશિપ હાંસલ કરનાર રાજ્ચ જ નહીં દેશના તેઓ પ્રથમ પ્રોફેસર છે.

દરીયાઇ જીવ સૃષ્ટી અને જૈવ સંપદાનું સંરક્ષણ અને સંવર્ધન અત્યંત જરૂરી
દરીયાઇ જીવ સૃષ્ટી અને જૈવ સંપદાનું સંરક્ષણ અને સંવર્ધન અત્યંત જરૂરી

સંશોધનથી ભવિષ્યમાં માનવજીવ માટે દવાઓ અને ખોરાકના નવા સ્ત્રોત મળી શકે છે.
ડો.પરેશ પોરીયાના જણાવ્યા મુજબ દેશ અને રાજ્ય ઔદ્યોગિક ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યું છે. ત્યારે દરીયાઇ જીવ સૃષ્ટી અને જૈવ સંપદાનું સંરક્ષણ અને સંવર્ધન પણ અત્યંત જરૂરી છે. ખાસ કરીને જૈવ વિવિધતા સભર ગુજરાતના સૌરાષ્ટ્રમાં જોવા મળતા અનેક દરિયાઇ જીવ એવા છે કે જેના પર સંશોઘનથી ભવિષ્યમાં માનવજીવ માટે દવાઓ અને ખોરાકના નવા સ્ત્રોત મળી શકે છે.