કાર્યવાહી:ખાપટના સરકારી કુવામાં દારૂની કોથળી અને બોટલોનો ઢગલો

ઊનાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ઊનાના ખાપટ ગામમાં આવેલ સરકારી કુવામાંથી અજાણ્યા શખ્સો દ્વારા દારૂની કોથળી તેમજ બોટલોએ જમાવડો કર્યો છે. જેના કારણે પીવાનું પાણી દુષિત થતાં ગામ લોકોમાં રોષ ઉઠવા પામ્યો છે. અને આ પાણી લોકોને પીવામાં ઉપયોગ થતો હોય જેથી કુવામાં કોથળી, બોટલો નાખનાર સામે પગલા લેવા ગ્રામજનોની માંગ ઉઠી છે.

આ કુવામાંથી લોકોને પીવાનું પાણી આપવામાં આવે છે. આથી પ્રજાના આરોગ્ય પર ખતરો મંડરાઈ રહ્યો છે. કોઈક અસામાજીક તત્વો દ્વારા રાત્રીના સમયે દારૂ પીને કુવામાં કોથળીઓ તથા બોટલો ફેકી જતાં હોય છે. જેના લીધે તેમની સામે યોગ્ય કાર્યવાહી કરવાં ગ્રામજનોની માંગ સાથે રોષ ભભૂકી ઉઠ્યો છે. તંત્ર દ્વારા તાત્કાલીક કુવાની સાફ સફાઈ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...