તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:વેરાવળમાં આગામી સમયમાં મેડીકલ કોલેજ શરૂ કરાશે

વેરાવળ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વેરાવળની સીવીલ હોસ્પિટલને અપગ્રેડ કરી GMERS હેઠળ સમાવેશ થશે

સોમનાથ ભુમિ પર મેડીકલ કોલેજ શરૂ કરવા માટે જિલ્લામંથક વેરાવળની સીવીલ હોસ્પિટલને અપગ્રેડ કરી જી.એમ.ઇ.આર.એસ. હેઠળ સમાવવા માટેનો ઠરાવ મંજુર કરી રાજ્ય સરકારે જિલ્લાવાસીઅોને ભેટ અાપતો નિર્ણય કર્યો છે. ગીર સોમનાથ અને જુનાગઢ (સોરઠ)ના સાંસદ રાજેશભાઇ ચુડાસમા ઘણા સમયથી જિલ્લા મથક વેરાવળમાં મેડીકલ કોલેજ શરૂ કરવા માટે જરૂરી કાર્યવાહી કરી મંજૂરી અાપવા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને અારોગ્ય મંત્રી નિતીનભાઇ પટેલ સહિતનાને સક્રીયતાથી વારંવાર લેખીત-મૌખીક રજુઆતો કરી રહ્યા હતા.

જેને ઘ્યાને લઈ તાજેતરમાં રાજ્ય સરકારે 24 ડીસેમ્બર 2020ના ઠરાવથી ગીર સોમનાથના જિલ્લામથક વેરાવળ ખાતે મેડીકલ કોલેજ શરૂ કરવાના કામને સેઘ્ઘાંતીક મંજુરી અાપી છે. જેમાં વેરાવળમાં આવેલ સીવીલ હોસ્પીટલને અપગ્રેડ કરી જી.એમ.ઇ.આર.એસ. હેઠળ સમાવેશ કરવાના ઠરાવથી મંજુર કરાયું છે. વેરાવળ શહેરને મેંડીકલ કોલેજ મળતા જિલ્લા વાસીઓમાં આનંદની લાગણી પ્રસરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો