કાર્યવાહી:વેરાવળમાં શંકાસ્પદ 100 કિલો ગૌવંશના માસ સાથે એક ઝબ્બે

વેરાવળએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે બાતમીના આધારે રેડ કરી’ હતી

વેરાવળમાં એક દુકાનમાં ગૌવંશના શંકાસ્પદ માસનો જથ્થો હોય પોલીસે બાતમીના આધારે રેઈડ કરી હતી અને એક શખ્સને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

આ અંગેની પોલીસમાંથી મળતી વિગત મુજબ વેરાવળમાં ગની મહમદભાઈ રાઘવાએ પોતાની દુકાનમા ગેરકાયદેસર શંકાસ્પદ ગૌવંશના માસનો જથ્થો છુપાવ્યો હોય સિટી પીઆઈ એસ.એમ. ઈશરણીની સુચનાથી પીએસઆઈ એસ.બી.મુસાર, વિપુલસિંહ રણજીતસિંહ, વિનુભાઈ, અંકુરભાઇ, મયુરભાઈ, કરણસિંહ, નરેન્દ્રભાઇ, મહેન્દ્રભાઈ સહિતના સ્ટાફે બાતમીના આધારે રેઈડ કરી હતી.

અને 100 કિલો શંકાસ્પદ માસ મળી આવ્યું હતું. અને એક કુહાડી, માસ- મટન કાપવા માટેનો છરો નંગ-2, વજનકાંટો સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. અને ગની મહમદભાઈ રાઘવાની અટક કરી તેમના વિરૂદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. અને પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...