તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સન્માન સમારોહ:વેરાવળમાં જિલ્લા પ્રમુખનો અભિવાદન સમારોહ યોજાયો

વેરાવળ8 મહિનો પહેલા
  • કૉપી લિંક

તાજેતરમાં ગીર સોમનાથ જિલ્લાના ભાજપના પ્રમુખ તરીકે માનસિંહભાઈ પરમાર ની નિમણુક કરવામાં આવી હતી.તેમને આવકારવા માટે તાલુકા પ્રમુખ હરદાસભાઈ સોલંકી દ્વારા બાયપાસ ખાતે અને તાલુકા પ્રમુખ દેવાભાઇ ધારેચા દ્વારા અઢિયા હોલ ખાતે સન્માન સમારોહનું અને પૂર્વ પ્રમુખ ઝાવેરિભાઈ ઠકરારના બહુમાનનું ભવ્ય આયોજન વેરાવળ ખાતે કરવામાં આવ્યું હતું. આ તકે સૌ પ્રથમ દીપ પ્રગટ્યા કરી રાષ્ટ્રગીત ગાવામાં આવ્યું હતું. ત્યારબાદ હરદાસભાઈ સોલંકી દ્વારા સાંસદ રાજેશભાઈ ચુડાસમા, પૂર્વ ધારાસભ્ય જસાભાઇ બારડ, પૂર્વ જિલ્લા પ્રમુખ ઝવેરીભાઈ ઠકરાર, નવનિયુક્ત જિલ્લા પ્રમુખ માનસિંહભાઈ પરમારને પુષ્પગુચ્છ આપી તેમનું સ્વાગત કરી કાર્યક્રમ ખુલ્લો મૂક્યો હતો.

અન્ય સમાચારો પણ છે...