ગ્રામસભા:ગોવિંદપરામાં વેક્સિનેશન માટે ગ્રામસભા યોજાઇ

વેરાવળ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગામમાં માત્ર 49 લોકોએજ કોરોનાની વેક્સિન લીધી છે

કોરોના વાયરસના સંક્રમણને ખાળવામાં લોકો રસી લેવા આગળ આવે એ માટે ગીર સોમનાથના કલેક્ટર રાજદેવસિંહ ગોહીલની અધ્યક્ષતામાં ગોવિંદપરા ગામે રાત્રીસભા યોજાઇ હતી. સાથે જ લોકો તુરંત રસી મેળવી શકે એ માટે વેક્સિનેશન કેમ્પ પણ યોજાયો હતો. ગોવિંદપરા ગામમાં 5,118 લોકોને વેક્સિન આપવાની છે. જે પૈકી 2,741 લોકોએજ વેક્સિન લીધી છે.

આમ અહીં 51 ટકા વેક્સિનેશન થયું છે. અને 49 ટકા લોકોને હજુ વેક્સિન લેવાની બાકી છે. આથી અમુક નાગરિકોમાં સોશ્યલ મીડિયામાં ખોટા પ્રચારને કારણે વેક્સિન અંગે જે ગેરસમજ હોય તેને દૂર કરવા રાત્રીસભા યોજાઇ હતી. આ કાર્યક્રમમાં ગોવિંદપરા સરપંચ હુસૈનભાઈ સુમરા, બશીર સુમરા, મૌલાના જાવીદ પટેલે સહિતના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...