તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:વેરાવળ બોટમાં કામ કરતો માછીમાર દરિયામાં ગરક

વેરાવળએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વેરાવળ બંદરેથી બોટ દરિયો ખેડવા જઇ રહી હતી ત્યારે મોટાભાઇ ભરત સાકર કે જે ટંડેલ હોઇ જેથી સામે તેનો નાનો ભાઇ સાગર પણ સહ ટંડેલ તરીકે જોડાયો હતો ત્યારે બોટને બરફ ચઢાવવામાં માટે દરિયાનાં કિનારે લાંગરવામાં આવી હતી ત્યારે નાળુ તુટતા સાગરનું માથુ બોટ સાથે અથડાયુ હતુ અને તે દરિયામાં ગરક થઇ ગયો હતો. જેને પગલે અન્ય માછીમારોએ તેમજ ફાયરનાં કર્મચારીઓએ સાગરની શોધખોળ આદરી હતી. પરંતુ તેમ છતાં તેનો પતો ન લાગતા અંતે એનડીઆરએફની ટીમને કામે લગાડવામાં આવી છે. ઘટનાને પગલે વેરાવળ મામલતદાર, પોલીસ તેમજ ભિડીયા બોટ એસો.નાં પ્રમુખ વશરામભાઇ સહિતના લોકો આવી પહોંચ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...