તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નકલી ડોક્ટર:વેરાવળ નજીક આવેલા પ્રભાસ પાટણમાંથી બોગસ ડોક્ટર ઝબ્બે

વેરાવળ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એસઓજીએ મેડિકલ ઓફિસરને સાથે રાખી રેડ પાડી

પ્રભાસપાટણમાંથી પોલીસે એક બોગસ ડોક્ટરને ઝડપી લીધો હતો. પોલીસને તેની પાસેથી દવાઓ, ઇન્જેક્શન, સ્ટેથોસ્કોપ સહિતનો મુદ્દામાલ પણ મળી આવ્યો હતો. પોલીસમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ, સોમનાથ એસઓજી પીઆઇ એલ. એલ. વસાવા અને સ્ટાફે બાતમીના આધારે મેડિકલ ઓફીસર ડો. અવધેશકુમાર ભુષણરામ ચૌધરીને સાથે રાખી પ્રભાસ પાટણમાં ગુલાબનગર, નાઝ પ્રોવિજન સ્ટોર સામેની ગલીમાં રહેતા શબ્બીરભાઇ કાસમભાઇ ભાદરકા (ઉ. ૩6) મેડિકલ ડિગ્રી વિના લોકોને દવા આપી સારવાર કરતો હોવાથી તેને ઘેર રેડ પાડી હતી. આથી અને તેની પાસેથી માન્ય ડિગ્રી કે સર્ટી. વગર મેડિકલને લગતા સાધનો રાખી લોકોને એલોપેથીક દવા તથા સારવાર આપતો ઝડપી લીધો હતો.

પોલીસે તેની પાસેથી જુદી જુદી એલોપેથિક દવાઓ, ઇન્જેકશન, સ્ટેથોસ્કોપ, સિરપની બોટલો અને છૂટી દવાઓ અને રોકડ રૂ. 1230 મળી ફલ રૂ. 10,485 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે તેને પકડી પ્રભાસપાટણ પોલીસને હવાલે કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...