તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હુકમ:કુકરાશમાં 21 વર્ષ પહેલાં જમીન પચાવી પાડનારને 7 દિ' ના રિમાન્ડ

વેરાવળ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાઇ, ભાભી સહિતની ખોટી સહીઓ કરી જમીન વેચી નાંખી 'તી

વેરાવળ તાલુકાના કુકરાશ ગામે 21 વર્ષ પહેલાં બોગસ સહીઓ કરી જમીન પચાવી પાડનાર શખ્સ સામે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ પોલીસે તેની અટક કરી કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે તેને 7 દિવસના રિમાન્ડ પર સોંપ્યો છે. વેરાવળ તાલુકાના કુકરાશ ગામે ડાયા હમીર રામ નામના શખ્સ સામે 21 વર્ષ પહેલાં તલાટી મંત્રી, સરપંચ સહિતના લોકો સાથે કાવત્રું રચી તેના ભાઇ દેવશી હમીર, ભાભી સહિતના લોકોની ખોટી સહી કરી સંયુક્ત માલિકીની જમીન પોતાના નામે કરી અંબુજા કંપનીને વેચી નાંખી પૈસા પચાવી પાડ્યા હતા.

આ અંગે પ્રભાસ પાટણ પોલીસમાં ફરિયાદ નોંધાતાં પીઆઇ આહીરે ડાયા હમીરની અટક કરી કોર્ટમાં રજૂ કરતાં ચીફ જ્યુડી. મેજી. બી. વી. સંચાણિયાએ સરકારી વકીલ નિગમ જેઠવાની દલીલ ધ્યાને લઇ તેને 7 દિવસના રિમાન્ડ પર સોંપવાનો હુકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...