તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:વેરાવળના 53 પીએચસી કેન્દ્રો 29 લાખના ખર્ચે સુવિધાથી સજ્જ થશે

વેરાવળએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પીએસસીને જનરેટર, ઓક્સિજન ફાળવાશે

વેરાવળ તાલુકાના પીએચસી કેન્દ્રમાં સુવિધા વધારવા ગ્રાંન્ટ ફાળવવામાં આવી છે. તાલુકાના 53 પીએસસી કેન્દ્રોમાં ઓક્સિજનના બાટલા, એક્સ રે મશીન અને જનરેટર સહિતની સુવિધાથી સજ્જ કરવા માટે રૂ.29 લાખ ફાળવવામાં આવ્યા છે.

હાલમાં સમગ્ર વિશ્વમાં કોરાના વાયરસની મહામારી ચાલી રહી છે. ત્યારે આ મહામારીથી લોકોના જીવન બચાવવા અને ગ્રામ્ય વિસ્તારની પ્રજાના આરોગ્યને ધ્યાને લઈને પીએસસી સેન્ટરોમાં વિકાસના કામો થશે. જેમાં ડારી પીએસસી માટે ઓક્સિજનની 20. બોટલો, આજોઠા અને આદ્રી બન્ને પીએચસી કેન્દ્રોમાં એક-એક જનરટર માટે રૂપિયા 5.5 લાખ તથા 20-20નંગ ઓક્સિજની બોટલો, ગાવિંદપરા અને પંડવા બન્ને પીએચસી કેન્દ્રો માટે 20-20નંગ ઓક્સિજનની બોટલો તથા પ્રભાસ પાટણ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં એકસ-રે મશીન કીટ ફાળવી આ તમામ સેન્ટરોને સુવિધાથી સજ્જ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...