વૃક્ષ ધરાશાયી:વૃક્ષ પડતાં 30 મિનીટ વાહન વ્યવહાર બંધ

વેરાવળ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભારે પવન સાથે વરસાદ શરૂ થતાં વેરાવળ -કોડીનાર હાઇવે પર વૃક્ષ ધરાશાયી થયું હતું. જોકે જાનહાની ટળતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. સુત્રાપાડા પંથકમાં ભારે પવન સાથે મેઘરાજાની પધરામણી થઇ હતી. અને સુત્રાપાડાનાં ટીંબડી ગામ નજીક વેરાવળ- કોડીનાર હાઇવે પર ઘટાદાર વૃક્ષ ધરાશાયી થઇ ગયું હતું. અને 30 મિનીટ સુધી વાહનોની અવર-જવર બંધ થતાં ટ્રાફિક જામ થઇ ગયો હતો. અને જેસીબીની મદદથી વૃક્ષને હટાવવાની કામગીરી શરૂ કરાઇ હતી. આ બનાવમાં કોઇ જાનહાની થવા પામી ન હતી.

અન્ય સમાચારો પણ છે...