તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:પ્રભાસ પાટણમાં કારમાંથી વિદેશી દારૂ સાથે 3 ઝડપાયા, દારૂ વેંચનારા બુટલેગરો સામે પોલીસે કરી કાર્યવાહી

વેરાવળ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 63 બોટલ મંગાવનાર વેરાવળના 1 શખ્સની શોધખોળ

પ્રભાસ પાટણ પોલીસે જીઆઇડીસી વિસ્તારમાંથી રૂ. 25,200 ના વિદેશી દારૂ, એક કાર અને એક મોટર સાયકલ મળી કુલ રૂ. 1,55,200 ના મુદ્દામાલ સાથે 3 બુટલેગરોને ઝડપી લીધા હતા. આ દારૂ પ્રભાસ પાટણના એક શખ્સને આપવાનો હોવાનું બહાર આવતા તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

પીઆઇ જી. એમ. રાઠવા, પીએસઆઇ ડી. જે. કડછા, એએસઆઇ હેંમતભાઇ, બાબુભાઇ, નંદલાલભાઇ સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો અે દરમ્યાન મળેલી બાતમીના આધારે જીઆઇડીસી વિસ્તારમાં આવેલા 10 ગોડાઉન પાસેથી પસાર થતી એક કારની તલાશી લેતાં તેમાંથી રૂ. 25,200 ની કિંમતની વિદેશી દારૂની 63 બોટલ મળી આવી હતી. તેનું મોટરસાઇકલ પર પાયલોટીંગ કરતા શખ્સને પણ પોલીસે પકડી લીધો હતો.

પોલીસે આ સાથે કુલ રૂ. 1,55,200 ના મુદ્દામાલ સાથે સીદીક હારૂન શેખ, યાસીન યુસુફ શેખ અને રમજાન અમીન શેખ (રે. ત્રણેય ઊનાને ઝડપી લીધા હતા. આ દારૂના પ્રભાસ પાટણના નુરમહમદ અલી ગઢિયાને આપવાનો હોવાનું જણાવતા પોલીસે તેને પકડવાની તજવીજ પણ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો