તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:વેરાવળમાંથી 28 હજાર લિટર ગેરકાયદેસર બાયોડીઝલ પકડાયું

વેરાવળએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • જીઆઇડીસીમાં 16.52 લાખનો જથ્થો સીઝ કર્યો

વેરાવળ જીઆઇડીસીમાં પુરવઠા મામલતદારે પોલીસને સાથે રાખી 28 હજાર લિટર બાયો ડીઝલનો જથ્થો પકડી પાડ્યો હતો. વેરાવળ જીઆઇડીસીમાં મસ્તાન બાયો ડીઝલના ફૈયાઝભાઇ હાસીમભાઇ ગોડીલ દ્વારા પ્રભાસ પાટણ જીઆઈડીસીમાં શબીના ફીશ કાું.ની સામે મસ્તાન બાયો ડીઝલ પંપમાં કોઇ પણ પ્રકારનો પરવાનો મેળવ્યા વિના ગેરકાયદેસર રીતે ભળતા નામે બાયો ડીઝલનો સંગ્રહ અને ખરીદ-વેચાણ કરાતું હોવાની બાતમી મળી હતી.

આથી પુરવઠા વિભાગના કે. વી. ચાવડા, ના.મામ વી. ડી. કરમટા, બી. એમ. કોડિયાતર, સહાયક રાજ્ય વેરા નિરીક્ષક એમ. કે. ભીંગરાડિયાએ પોલીસને સાથે રાખીને દરોડો પાડ્યો હતો. અને 28 હજાર લિટર ભેળસેળયુક્ત પેટ્રોલીયમ પદાર્થ સીઝ કર્યો હતો. સીઝ કરેલા જથ્થાની કિંમત રૂ. 59 પ્રતિ લિટર લેખે રૂ. 16,52,000 થવા જાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો