દિવાળીના વેકેશનની તૈયારી:સોમનાથ ટ્રસ્ટનાં અતિથિ ગૃહમાં 270 રૂમ હાઉસફૂલ, ઊંચા બજેટની હોટલમાં બુકિંગ માટે માત્ર ઇન્ક્વાયરી

વેરાવળએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વેરાવળની હોટેલનાં સામાન્ય બજેટના રૂમનું બુકિંગ ફૂલ

દિવાળીનાં તહેવારને લઇ લોકોએ ફરવા જવાનું આયોજન કરી લીધું છે. ગત દિવાળીમાં કોરોનાનાં કારણે લોકો બહાર નીકળી શક્યાં ન હતાં. ત્યારે જૂનાગઢમાં ગીરનાર રોપ-વે, સાસણમાં સિંહ દર્શન અને સોમનાથ દાદાનાં દર્શન કરવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવનાર છે. પ્રવાસીઓ પહેલેથી જ હોટલમાં બુકિંગ કરી રહ્યાં છે.

સોમનાથ ટ્રસ્ટ સંચાલિત અતિથિ ગૃહનું આગામી દિવાળી તહેવારના દિવસોને લઈને બુકિંગ ફૂલ થઈ ગયું છે,જેમાં માહેશ્વરી ભવન નાં 130 રૂમ, લીલાવતી ભવનના 70 અને સાગર દર્શન ભવનના 70 રૂમ આગામી તા.4 નવેમ્બર થી 10 નવેમ્બર 2021 સુધી હાઉસ ફૂલ છે, તેમ ટ્રસ્ટ ની બુકિંગ ઓફિસમાંથી જાણવા મળ્યું છે. આમ, 270 રૂમ 10 નવેમ્બર સુધી હાઉસ ફૂલ થઇ ગયા છે.

ઊચા બજેટની માત્ર ઇન્કવાયરી આવે છે
હોટેલના સંચાલકો પ્રકાશભાઈ ઉપાધ્યાયએ જણાવ્યું હતું કે, હાલમાં લોકલ બુકિંગ થોડુ થોડુ ચાલુ છે, પરંતુ ઊંચા બજેટની માત્ર ઇન્કવાયરી આવી રહી છે. હાલ કોઈ બુકિંગ નથી.

દિવાળીનાં તહેવાર સુધીમાં ફૂલ થઇ જશે
સંચાલક વિનુભાઇ રામચંદાણી એ જણાવ્યું હતું કે, દિવાળીના તહેવારો સુધી ફૂલ થઈ જશે. હાલ સામાન્ય બુકિંગ થઇ રહ્યું છે. તમે જ પ્રવાસીઓ તપાસ કરી રહ્યાં છે.

હાલ 20 થી 25 ટકા બુકિંગ થયું છે
હોટેલના સંચાલક રામસિભાઈ કામળિયા એ જણાવ્યું હતું કે, હાલ 20 થી 25 ટકા બુકિંગ છે અને લોકો હજુ ડિસ્કાઉન્ટ માંગી રહ્યા છે.

કોરોના પછી ઓછા બજેટમાં વધુ સુવિધા વાળી હોટલની માંગ
કોરોના કાળ બાદ લોકો હરવા ફરવા નીકળે તો છે પરંતુ સામાન્ય માણસ ના આર્થિક બજેટ ઘટયું હોવાથી સમાન્ય ખર્ચ માં વધુ સુવિધા મળી રહે તેવી હોટેલ વધુ પસંદ કરે છે.

જૂનાગઢ શહેરની હોટલોમાં બુકીંગ શરૂ
ગિરનાર રોપ-વે બાદ જૂનાગઢમાં હોટલ વ્યવસાયમાં તેજી દેખાઇ રહી છે. દિવાળીમાં આવતા પ્રવાસીઓ જૂનાગઢમાં રોકાણ કરી રહ્યાં છે. ત્યારે દિવાળી પહેલાં જ જૂનાગઢ શહેરની હોટેલોમાં પણ બુકીંગ શરૂ થઇ ગયું છે. આ ઉપરાંત સાસણ અને સાસણની આસપાસ આવેલા વિસ્તારોમાં આવેલી હોટલો પણ બુક થવા લાગી છે. દર વર્ષે દિવાળીનાં તહેવારોમાં પ્રવાસીઓને રહેવા માટે જગ્યા પણ મળતી હોતી નથી. ત્યારે પહેલેથી જ બુકીંગ કરી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...