કામગીરીનો પ્રારંભ:26 કુવા, 5 વાવ અને 3 કુંડનું રૂપિયા 78.82 લાખનાં ખર્ચે નવિનીકરણ થશે

વેરાવળ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • રામ મંદિરથી બાયપાસ સુધીનો રોડ 20 મીટર પહોળો થશે

શ્રીરામ મંદિરથી સોમનાથ બાયપાસ રોડને જોડતો દ્વિમાર્ગીય રસ્તો ચારમાર્ગીય બનશે.તેમજ ટ્રસ્ટ દ્વારા કુવા , વાવ જેવા જળ સ્થાપત્યોનું નવિનીકરણ,વોટર હાર્વેસ્ટીંગની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. શ્રીરામ મંદિરથી સોમનાથ બાયપાસને જોડતો રસ્તો હાલ દ્વિમાર્ગીય છે . આ રસ્તાને ચારમાર્ગીય બનાવવાના પ્રોજેકટનું ભૂમિપૂજન ટ્રસ્ટનાં ટ્રસ્ટી સેક્રેટરી પી.કે.લહેરી હસ્તે કરવામાં આવ્યું છે. આ પ્રોજેકટનો અંદાજીત ખર્ચ રૂા 2.06 કરોડ થશે.આ રોડમાં વરસાદી પાણી માટે ગટર , ફુટપાથ , લાઈટીંગ સહિતની સુવિધા સાથે બનાવવામાં આવશે .

આ રોડની લંબાઈ 1 કિલોમીટરની છે અને તેની પહોળાઈ હાલ 7. 5 મીટરની છે, જે ચારમાર્ગીય થતા 20 મીટર પહોળાઈ થશે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા સોમનાથ ટ્રસ્ટની જગ્યામાં આવેલા 26 કુવાઓ, 05 વાવ તથા 3 કુંડોનું સમારકામ કરવામાં આવશે. જેમાં સફાઈ કરી જરૂરીયાત પ્રમાણે ઉંડા કરવા તેમજ તેને ફરતે દિવાલ બનાવવામાં આવશે. આ પ્રોજેકટનો મુખ્ય ઉદ્દેશ પાણીનો સંગ્રહ કરવો તથા સ્વચ્છતા જાળવવાનો છે,જેનો અંદાજીત ખર્ચ રૂપિયા 78.82 લાખ થશે.

અન્ય સમાચારો પણ છે...