તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આક્ષેપ:200 પરિવારને નાત બહાર મૂકી 6 દિકરીના લગ્ન અટકાવ્યા

વેરાવળ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સુત્રાપાડાના હીરાકોટ અને નવાગામના કોળી સમાજનો વિવાદ: દિકરીના સાસરા પક્ષને લગ્ન ન કરવા દબાણ કરી નાત બહાર મૂકવા ધમકી આપ્યાનો આક્ષેપ

ગિર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના હીરાકોટ બંદર ખાતે કોળી જ્ઞાતીના સમાજે ગામના જ્ઞાતિના 200 લોકોને નાત બહાર મૂકી સામાજીક બહિષ્કાર કરવા અંગે અગાઉ 9 લોકોએ ગિર સોમનાથ જિલ્લા કલેક્ટર અને એસપીને આવેદનપત્ર આપ્યું હતું. અને હવે 6 પરીવારની દિકરીના સાસરાપક્ષ સાથે આગેવાનોએ ગુપ્ત બેઠક કરી લગ્ન ન કરવા દબાણ કરી નાત બહાર મૂકવાની ધમકી આપ્યાની ફરિયાદ થઇ છે.

ગિર-સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના નાના એવા હિરાકોટ બંદરમાં માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલા કોળી સમાજના 200 લોકોને અગાઉ હીરાકોટ તથા નવગામ કોળી સમાજ તરફથી બહિષ્કૃત કરવામાં આવ્યા હતા. હાલ પણ સામાજીક તિરસ્કાર ચાલુ જ છે. હાલ આ સમાજમાં લગ્નની સિઝન ચાલુ છે. ત્યારે આ લોકોનો પ્રસંગ અટકાવવાની સમાજના પટેલો તેમજ આગેવાનો દ્વારા પ્રવૃત્તિ થઇ રહી છે. આ માટે તા. 20 જૂન 2021 ના રોજ ભિડીયા મુકામે બપોરે ચારેક ગામના સમાજના લોકોની મિટીંગ બોલાવી હિરાકોટની દિકરીને પરણવા જનાર છોકરા તથા તેના વાલીઓને લગ્ન અટકાવવા તથા એ દિવસની મિટીંગ ગુપ્ત રાખવા વરપક્ષને દબાણ કરવામાં આવ્યું હતું. આ મિટીંગ બાદ છોકરા પક્ષ તરફથી લગ્ન કરવામાં આનાકાની કરાઇ રહી છે.

આથી તા. 25 જૂન 2021 ના રોજ હીરાકોટના પિડીત કન્યા પક્ષ તરફથી વિજયાબેન વીરજીભાઈ, શાંતાબેન કાનજીભાઈ, જમનાબેન નરસિંહભાઈ અને કમળાબેન જમનાદાસ દ્વારા મરીન પોલીસ સ્ટેશન, એસપી અને જિલ્લા કલેક્ટરને અરજી આપી અને ન્યાય અપાવવા વિનંતી કરાલ છે. હાલ 6 દિકરીઓના આ સમાજના પટેલો તેમજ આગેવાનો દ્વારા ગુપ્ત રાહે લગ્ન પ્રસંગ અટકાવાઇ રહ્યા છે. સુપ્રીમકોર્ટનો આદેશ હોવા છતાં પણ આ લોકો ગેરબંધારણિય રીતે પોતાના સમાજમાં કહેવાતી ન્યાયની પ્રક્રિયા કરી અને એમના સમાજના લોકોને જ અન્યાય કરી રહ્યા છે. આ મામલે સમાજના આગેવાનો સામે આક્ષેપો કરવામાં આવ્યા છે.

મેં કોઇ લગ્ન અટકાવ્યા નથી
મેં કોઇ લગ્ન અટકાવ્યા નથી. એ મારું કામ પણ નથી. હાલ સમાજમાં લગ્નો થઇ જ રહ્યા છે. આ બાબતે ડિવાયએસપી અને એસપી સમક્ષ આ આક્ષેપોનો જવાબ પણ રજૂ કરી દીધો છે. > લાલજી વેલજી સિકોતરિયા, પટેલ, હિરાકોટ કોળી સમાજ

અન્ય સમાચારો પણ છે...