તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:વેરાવળ ડારી ટોલનાકે કર્મચારી પર 20 શખ્સનો હુમલો, પોલીસ ફરિયાદ

વેરાવળ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • હોર્ન વગાડવા મુદ્દે કારચાલક અને ટોલનાકા મેનેજર વચ્ચે ગાળાગાળી

વેરાવળ ડારી ટોલનાકા પર કર્મચારી પર 20 શખ્સોએ હુમલો કરતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે. વેરાવળ તરફ થી એક કાળા કરલની જીજે32 કે 5855ની નંબરની કાર આવી હતી. અને ટોલનાકા પર જોર-જોરથી હોર્ન વગાડવા લાગી હતી. જેથી તેને શાંતિ જાળવવા જણાવતા ઉશ્કેરાઈ જઈ તું મન ઓળખે છે હુ કોણ છું હુ વિક્રમભાઈ પટાટનો ભાઇ છું મારી ગાડી રોકાવવી ના જોઇએ તેમ જણાવી બન્નેએ સામ-સામી ગાળો ભાંડી હતી.

ત્યારબાદ ટોલનાકાનાં નિયમોનુસાર રૂપીયા ભરી નિકળી ગયો હતો. બાદમાં રાત્રિના 9 વાગ્યાની આસપાસ વેરાવળ બાજુથી બે ફોર વ્હીલર કાર આવી પહોંચી હતી. જેમાં 1 સ્કપીયો નં. જીજે 32 કે 0044 તથા ઇનોવા કાર ભરાઇને અંદાજે 20 વ્યક્તિઓ દ્વારા હુમલો કર્યો હતો. જેમાં ચાલક જગમાલભાઇ પટાટ, પ્રવિણભાઇ, ભરતભાઇ, દેવાયતભાઇ, હિતેશભાઇ, જગાભાઇ, વિક્રમભાઇ પટાટ અન્ય અજાણ્યા ઇસમો એક સંપ કરી લોખંડના પાઈપ લાકડાનાં ધોકાથી ડારી ટોલ પ્લાઝા મેનેજર તરીકે ફરજ બજાવતા પુનાભાઇ ઉર્ફ પુનિતભાઇ લક્ષ્મણભાઈ સોલંકી, અરવિંદભાઇ સોલૅકી તથા ગોવિંદભાઇ વિરાભાઇ સોલંકીને આડેધડ મુંઢમાર મારી આખો રોડજામ કરી દીધો હતો. ત્યારબાદ તમામ ત્યાથી નાસી છુટ્યાં હતા. ઈજાગ્રસ્તને હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...