યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે અને યુક્રેનમાં અભ્યાસ અર્થે ગયેલા ભારતીય વિદ્યાર્થીઓને સહીસલામત ઘર સુધી પહોંચાડવા માટે સરકાર દ્વારા ઓપરેશન ગંગા શરૂ કરાયું છે. જે અંતર્ગત વેરાવળનાં સીમરન આહુજા અને પ્રતિક ધનશાણી વતન પહોંચ્યા હતા. અને ભાજપ સંગઠન ગુરુનાનક કિર્તન મંડળી, સાંસદ રાજેશભાઈ ચુડાસમા, ઝવેરીભાઈ ઠકરાર, માનસિંગભાઈ પરમાર, પિયુષભાઈ ફોંફડી સહિતે સ્વાગત કર્યું હતું.
શું કહે છે વિદ્યાર્થીઓ ?
આ અંગે પ્રતિક ધનશાણીએ કહ્યું હતું કે, આવી સ્થિતીમાં અમને રોમાનિયા બોર્ડર ક્રોસ કરાવી સુરક્ષીત રીતે વતન પહોંચાડવામાં આવ્યા છે. અમે આભાર વ્યકત કરીએ છીએ. જ્યારે સીમર આહુજાએ જણાવ્યું હતું કે, અમારી પહેલી ફ્લાઈટ હતી તો અમે વહેલા પહોંચી શક્યા. ત્યાં ખુબ જ ગંભીર હાલત છે. સરકાર દ્વારા વહેલીતકે તમામ ભારતીય વિદ્યાર્થીઓને વતન પહોંચાડવામાં આવે એ જરૂરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.