મદદરૂપ:વેરાવળનાં 2 વિદ્યાર્થીઓ યુક્રેનમાં લોકો માટે રહેવા-જમવાની વ્યવસ્થામાં મદદરૂપ થયા’તા

વેરાવળ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કલેકટરે કામગીરીને બિરદાવી, વતન પરત ફર્યા હતા

યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ભારતીય અનેક છાત્રોને રહેવા જમવા સહિતની મુશ્કેલીઓ પડતી હતી. ત્યારે જ વેરાવળનાં ખુશ શાહ અને શુભમ ગદાએ ચર્નિવિત્સી શહેરમાં ભારત સહિત અન્ય દેશોનાં લોકો માટે રહેવા અને જમવા માટેની વ્યવસ્થામાં મદદરૂપ થયા હતા. અને પ્રાંત અધિકારી સરયુબા જસરોટીયાએ આ છાત્રોની કામગીરીને બિરદાવી શુભેચ્છા પાઠવી હતી.

સરકારના ઓપરેશન ગંગા હેઠળ હેમખેમ પરત ફરેલા ખુશ અને શુભમએ જણાવ્યું હતું કે, અમે યુક્રેનના પશ્ચીમ ભાગમાં આવેલ ચર્નિવિત્સી શહેરમાં હતા. આ ભાગ યુક્રેનના અન્ય વિસ્તારના સરખામણીમાં ખૂબ સુરક્ષિત હતો. 24 ફેબ્રુ.થી 28 ફેબ્રુ. સુધી યુક્રેન રહ્યાં હતા. બાદમાં રોમનાયા ખાતેની ઈન્ડિયન એમ્બસી ખાતે પહોચ્યાં હતાં. ખુશનાં પિતા અને પૂર્વ પાલિકા ઉપપ્રમુખ અને નગરસેવક ઉદયભાઈ શાહે ઓપરેશન ગંગા અભિયાનને લઈ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...