ખેડૂતો આકર્ષાયા:ગીર સોમનાથ જિલ્લાના 12 હજાર ધરતીપુત્રો કરે છે ઓર્ગેનિક ખેતી

વેરાવળ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સારો ભાવ અને આરોગ્યપ્રદ ઉપજ મળવા લાગતાં ખેડૂતો આકર્ષાયા

કોરોનાને લીધે લોકોમાં ઓર્ગેનિક ખોરાક વિશે જાગૃતિ આવવા લાગી છે. ખાસ કરીને ઘઉં, બાજરો, શાકભાજી, ગોળ, તેલ, દૂધ જેવી રોજબરોજના ખોરાકમાં વપરાતી ખેતી પેદાશો કોઇપણ જાતના કેમીકલ કે પેસ્ટીસાઇડ વિનાની મળે એ માટે લોકો વધુ ભાવ ચૂકવે છે. આથી હવે ખેડૂતોમાં પણ ઓર્ગેનિક ખેતીનો ક્રેઝ વધવા લાગ્યો છે. ગીર સોમનાથ જિલ્લામાં 12,000 થી વધુ ખેડૂતો મગફળી, ઘઉં, શેરડી, કેસર કેરી, નાળિયેરી સહિતના પાકની પ્રાકૃતિક ખેતી કરવા લાગ્યા છે. જિલ્લાની 7,000 હેક્ટર જમીનમાં પ્રાકૃતિક ખેતી થઇ રહી છે.

આ અંગે જિલ્લા ખેતીવાડી અધિકારી એસ. બી. વાઘમશી કહે છે કે, રાજ્ય સરકાર અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના પ્રયાસોથી ખેડૂતોમાં પ્રાકૃતિક ખેતિ વિશે જાગૃતિ જોવા મળી રહી છે. આ માટે રાજ્ય સરકારે ઘણી પ્રોત્સાહક યોજનાઓ પણ જાહેર કરી છે. હજુ આગામી સમયમાં પણ ખેડૂતો મોટા પ્રમાણમાં ઓર્ગેનિક ખેતી તરફ વળશે. કારણેકે, જે ખેડૂતો આ પ્રકારની ખેતી કરે છે તેને ઉપજ આરોગ્યપ્રદની સાથે બજારભાવ પણ સારો મળે છે.

બહારથી કાંઇ લેવું પડતું નથી
વળી પ્રાકૃતિક ખેતીમાં ઉપયોગમાં લેવાતી સામગ્રી બહારથી લાવવામાં આવતી નથી. ખેડૂતો જાતે જ દેશી અથવા ગીર ગાયના છાણ અને ગોમૂત્ર દ્વારા બનાવેલા જીવામૃત, બીજામૃત ઘન જીવામૃતના ઉપયોગથી જમીનની ફળદ્રુપતા વધારી શકે છે.

અન્ય સમાચારો પણ છે...