નવિનીકરણ:પ્રભાસક્ષેત્રના 11 પ્રાચીન સૂર્યમંદિરોનું નવિનીકરણ કરાશે

વેરાવળ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
સોમનાથની આસપાસનાં જ વિસ્તારમાં આ પ્રકારનાં અનેક મંદિરો ઉભા છે. - Divya Bhaskar
સોમનાથની આસપાસનાં જ વિસ્તારમાં આ પ્રકારનાં અનેક મંદિરો ઉભા છે.
  • સોમનાથની તીર્થભૂમિમાં અનેક પ્રાચીન મંદિરો હોવાનો ઇતિહાસમાં ઉલ્લેખ છે
  • વડાપ્રધાનના આદેશ બાદ પ્રવાસન ટીમ ઇજનેરો સાથે આવી પહોંચી

સોમનાથ જ્યાં આવેલું છે એ પ્રભાસતીર્થ ભૂમિમાં સેંકડો મંદિરો હોવાનો ઇતિહાસમાં ઉલ્લેખ છે. આ જ ભૂમિમાં 11 જેટલા પ્રાચીન સૂર્યમંદિરો પણ આવેલા હોવાનો ઉલ્લેખ છે. હાલ આ સૂર્યમંદિરો જાળવણીના અભાવે જર્જરીત અવસ્થામાં છે. જેનું નવિનીકરણ આગામી દિવસોમાં થાય એવા ઉજળા સંજોગો સર્જાયા છે.

થોડા દિવસ પહેલાં વેરાવળ-પાટણ પાલીકાના પ્રમુખ પિયુષભાઇ ફોફંડી સૂર્યમંદિરોની મુલાકાતે ગયા હતા. તેમણે મંદિરની જર્જરીત સ્થિતિ નિહાળી ફોટા પાડી એક મેસેજ સાથે પ્રઘાનમંત્રી નરેન્દ્ર મોદીને 5 દિવસ પૂર્વે રજૂઆત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, સોમનાથની તીર્થભૂમિમાં અનેક સૂર્ય મંદિરો આવેલા છે. એ પૈકીનું એક સૂર્ય મંદિર હિરણ નદીના કાંઠે આવેલું છે. આ ભૂમિમાં આવેલા સૂર્ય મંદિરો મુગલો અને ગઝનવીના સમયગાળા દરમ્યાન તોડી પાડવામાં આવ્યા હતા. પણ આપણે ફરીથી આ મંદિરોનું પુનઃનિર્માણ કરાવી શક્યા નથી. આથી સોમનાથની ભૂમિમાં આવેલા તમામ સૂર્ય મંદિરોનું ફરીથી પુન:નિર્માણ કરવામાં આવે. જેને પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આદેશથી બે દિવસ પૂર્વે ગુજરાત ટુરીઝમની એન્જીનિયર સાથેની ટીમ સોમનાથ આવી હતી. આ ટીમે સોમનાથના પ્રભાસતીર્થની ભૂમિમાં આવેલા તમામ સૂર્યમંદિરોની મુલાકાત લઇને માહિતી એકત્ર કરી હતી. હવે આ માહિતી અંગે વડાપ્રધાનના કાર્યાલયને રીપોર્ટ કરાશે.

આ મંદિરોની સચોટ માહિતી માટે ટીમે આર્કિયોલોજીકલ ડિપાર્ટમેન્ટના અધિકારીઓની પણ મદદ લીઘી હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, ગઈકાલે ટુરીઝમની ટીમ નિરીક્ષણ માટે આવી હતી. બાદમાં કામગીરી કરી પાછી ગાંઘીનગર રવાના થઇ છે. હાલમાં સોમનાથ તીર્થભૂમિમાં 6 સૂર્યમંદિરો આવેલા છે. જ્યારે બીજા 6 સૂર્ય મંદિરોનું લોકેશન શોધવાની કામગીરી ટુરીઝમ વિભાગ કરશે. ત્યારબાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...