તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:વેરાવળમાં રહેણાક મકાનમાંથી દારૂની 241 બોટલ સાથે 1 ઝબ્બે

વેરાવળએક મહિનો પહેલા
 • કૉપી લિંક
આરોપી - પ્રવિણભાઇ - Divya Bhaskar
આરોપી - પ્રવિણભાઇ
 • પોલીસે દારૂની 241 બોટલો સહિત રૂ.58,780 મુદ્દામાલ કબ્જે લીધો

વેરાવળના રહેણાક મકાન માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 241 બોટલ સહિત રૂ.58,780ના મુદામાલ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. પ્રોહિબિશન એકટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી વેરાવળ સિટી પોલીસ દ્વારા હાથ ધરાઈ છે. આ બનાવ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ પીઆઇ ડી.ડી.પરમારના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આર.એ.ચનીયારા, પો.હેડ.કોન્સ. લખમણભાઇ માલાભાઇ સહિતના વેરાવળ સીટી પોલીસનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતા.

તે દરમ્યાન મળેલ બાતમી હકીકત આધારે વેરાવળ દોલતપ્રેસ શેરી નં.6માં રહેતા પ્રવિણભાઇ મોહનભાઇના મકાનમાં દારૂ છુપાયેલો છે. જેથી જ્યાં રેડ કરતાં આરોપી-પ્રવિણભાઇ મોહનભાઇ મકવાણા રહે.વેરાવળ વાળાને ભારતીય બનાવટના વીદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની નાની મોટી કુલ બોટલો નંગ 241 કી.રૂ.58,780ના મુદામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો