તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:કોડીનાર તાલુકાનાં વિઠ્ઠલપુરને વિશેષ ગામનો દરજ્જો મળશે

કોડીનાર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અધિકારીઓએ સરપંચ સાથે 15 માં નાણાંપંચની ચર્ચા કરી

ગીર સોમનાથના ડીડીઓ રવિન્દ્ર ખટાલે, એડીશ્નલ કલેક્ટર ખાચર, કોડીનાર ટીડીઓ દવે, સહિતનાએ વિઠ્ઠલપુરની મુલાકાત લીધી હતી. જેમાં ગામને મોડેલ વીલેજનો દરજ્જો મળનાર છે. વિઠ્ઠલપુરમાં પંચાયતે કરેલા ગ્રામ પંચાયત ઓફિસ, બેઠક છાપરી, કોન્ફરન્સ હોલ, આંગણવાડી, બાલ ગાર્ડન, પીવાના પાણીનો આરઓ પ્લાન્ટ, સ્માર્ટ પ્રાથમિક શાળા, ફૂટપાથ, વૃક્ષારોપણ, મહિલા બસ સ્ટેન્ડ, નદી રિવર ફ્રન્ટ સાઈડ, દીકરીઓના લગ્ન માટે પાર્ટી પ્લોટ, જાહેર ગાર્ડન, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સેન્સરથી પીવાના પાણીની યોજના, નવું ગામતળ પ્લોટીંગ સાઈડ, વિગેરેની મુલાકાત લીધી હતી.

બાદમાં સરપંચ પ્રતાપભાઇ મહિડા અને પંચાયતના સભ્યો સાથે 15 મા નાણાપંચનાં સ્માર્ટ આયોજન અને ઘટતી સુવિધા વિશે ચર્ચા કરાઇ હતી. આ સાથે મનરેગા યોજના તળે વાડી વિસ્તારના રસ્તામાં મેટલિંગ કરી રીપેર કરવાની પરવાનગી પણ અપાઇ છે.

અન્ય સમાચારો પણ છે...