ઐતિહાસિક નિર્ણય:વિઠ્ઠલપુર ગ્રામ પંચાયત પથ્થરની ખાણ અને ખરાબામાં વૃક્ષો વાવશે

કોડીનાર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રૂપિયા 10 લાખના વિવિધ પ્રકારના કામો મંજુર કરાયા

કોડીનાર તાલુકાના વિઠ્ઠલપુર ગ્રામ પંચાયત દ્વારા પર્યાવરણ જાળવણી માટે ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં ગામની બંજર જમીનો પંચાયત ખરાબા પથ્થરની ખાણોમાં મનરેગા યોજના હેઠળ રોજગારી આપતાં વૃક્ષોનું પંચાયત દ્વારા વાવેતર કરવામાં આવશે. તેમજ વાવેતર જમીન વિહોણા કુટુંબોને મળશે લાભ સાથે પરિયાવરણનું જતન કરાશે, ખેડૂતના તમામ રસ્તાઓ મેટલથી મઢવામાં આવશે. ઉપરાંત નાણાપંચ યોજના હેઠળ ગામની સામાજિક સંસ્કૃતિ જગ્યાને ફરતે વંડો તથા હોલ બનાવવા માટે રૂ. 10 ફાળવવામાં આવ્યા છે.

ગામની દરેક શેરીઓમાં પેવર બ્લોક પાથરવામાં આવશે, સાંગાવાડી નદી પર બનશે ચેકડેમ 2 અને ચેકડેમ ક્રમ કોઝવે બનાવવામાં આવાનાર છે. વિઠ્ઠલપુર નદીના સામા કાંઠેના ખેડૂતોને ફાયદો મળી રહેશે. સાથોસાથ ગૌચર જમિન પરના દબાણ દૂર કરાશે, અને ગામની દરેક અંડરગ્રાઉન્ડ ગટરોના નીકળતાં પાણીની જગ્યાએ શઓકપીઠ કરી જેનું ભૂમિપૂજન તાલુકા વિકાસ અધિકારી દવે દ્વારા કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...