વિજચોરોમાં ફફડાટ:કોડીનાર પંથકનાં 19 ગામોમાં વિજ ચેકીંગ, 13 લાખનો દંડ

કોડીનાર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પીજીવીસીએલ દ્વારા 830 કનેકશનોની તપાસ કરાઇ
  • 25 ટીમો બીજા દિવસે પણ ત્રાટકી

કોડીનાર પંથકનાં 19 ગામોમાં વિજકંપનીની 25 ટીમોએ બીજા દિવસે પણ ચેકીંગની કામગીરી હાથ ધરી હતી. અને 488 કનેકશનો તપાસવામાં આવ્યા હતા. અને જેમાંથી 98 કનેકશનમાંથી રૂ.13.60 લાખની વીજ ચોરી બહાર આવી હતી. અમરેલી સર્કલ પીજીવીસીએલની 25 જેટલી ચેકિંગ ટુકડી પૈકી ૧૬ ટીમોએ કોડીનાર સબડિવિઝન ૨ હેઠળ આવતા સિંધાજ, અરણેજ, ફાચરીયા, ગીર દેવળી, ચીડીવાવ, અડવી, માલગામ, જંત્રાખડી, વેળવા અને પાંચ પીપળવામાં વહેલી સવારથી જ ચેકિંગ હાથ ધરાતા કુલ ૩૪૨ સ્થળે તપાસ કરી હતી.

જેમાંથી ૬૫ કનેક્શનમાં વીજચોરી બહાર આવતા રૂ.7 લાખનો દંડ ફટકાર્યો હતો. જ્યારે કોડીનાર સબડિવિઝન-1 હેઠળ આવતા ગોહિલની ખાણ, ચૌહાણની ખાણ, મઠ, બરડા, મૂળ દ્વારકા તથા બાવાનાપીપળવા એમ કુલ 6 ગામોમાં 9 ટૂકડીએ 146 કનેકશનની તપાસ કરતા 33માં ગેરરિતી બહાર આવી હતી. અને રૂ.6.60 લાખનો દંડ ફટકાર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...