વિવાદ:વેરાવળ-જાફરાબાદ બસના ડ્રાઈવરની દગડાઈ, બસ ઉભી ન રાખતા વિવાદ

ડોળાસા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મુસાફરો આડે ઉભા રહી બસ થોભાવતાં મામલો બિચક્યો
  • ​​​​​​​ડેપો મેનેજરની એક કલાકની જહેમત બાદ મામલો થાળે પડ્યો

કોડીનાર તાલુકાના ડોળાસાથી જાફરાબાદ અનેક મુસાફરો આવન-જાવન કરે છે. તેમાંય સવારે આઠ વાગે આવતી કોડીનાર-જાફરાબાદ લોકલ બસ કોડીનાર ડેપોએ વિના કારણે બંધ કરી દીધી છે. ત્યારે જાફરાબાદ જવા 9.30 વાગ્યાની વેરાવળ-જાફરાબાદ રૂટ એક જ બસ છે. જે બસ આવી હતી પણ ડ્રાઈવરે ઊભી ન રાખતા બસમાં જવા ઈચ્છતા કેટલાક મુસાફરો આડા પડી જતાં ડ્રાઈવરે બસ રોકવી પડી હતી.

ભારે વિવાદ થતાં કોડીનાર ડેપો મેનેજર ઘટના સ્થળ પર આવી પહોંચી એક કલાકની જહેમત બાદ વેરાવળના ડેપો અધિકારીએ ફોન ઉપર જવાબદાર ડ્રાઈવર સામે કડક પગલાં લેવાની ખાતરી આપતા મામલો થાળે પડ્યો હતો. અને બંધ કરેલા રૂટની બસ ફરી શરૂ કરવામાં નહી આવે યુવાનોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

અન્ય સમાચારો પણ છે...