તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તંત્ર નિદ્રાંધિન:કોડીનાર પંથકમાં બેફામ દારૂનું વેંચાણ, તંત્ર મૌન

કોડીનાર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • તાલુકાનાં કેટલાક ગામમાં દારૂની ફેકટરીઓ ચાલી રહી છે

કોડીનાર પંથકમાં છેલ્લા કેટલાક સમયથી દારૂ -જુગાર જેવી અસામાજીક પ્રવૃતિ ખુબજ ફુલ્લી ફાલી છે. શહેરના ચારે દરવાજે દાખલ થતાં જ આસપાસ દેશી ની પોટલી જાહેરમાં વેચાતી જોવા મળે છે.

કોડીનાર શીંગવડા નદીના નવા બનેલા પુલ પાસે થી માંડી ને ફીસ માર્કેટ સુધી તેમજ શહેરમાં જૂની બકાલા માર્કેટ શેખવાળા રોડ છારા ઝાપા એકતા ચોક વિસ્તાર જેવા ભરચક લત્તામાં જાહેરમાં વેચાતા દારૂના કારણે ભદ્ર સમાજ ત્રસ્ત થઈ ગયો છે. કોડીનાર શહેર ઉપરાંત તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારમાં પણ દેશી-વિદેશી દારૂ જોઇએ તે પ્રમાણમાં છૂટથી મળી રહ્યો છે તાલુકાના કેટલાક ગામમાં રીતસર દેશી દારૂની મિનિ ફેક્ટરી ધમધમી રહી છે. સ્થાનિક તંત્ર એકાદ બે કેસ કરી સંતોષ માને છે ત્યારે સક્રિય થયેલા દારૂના ધંધાર્થી સામે કડક કાર્યવાહી કરે તેવું લોકો ઇચ્છી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો