તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અનોખી પરંપરા:કોડીનાર તાલુકાના દેદાની દેવળીમાં હોળીના અંગાર પર ચાલવાની પરંપરા

કોડીનારએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સોરઠમાં ગામેગામ આગવી રીતે પરંપરાગત હુતાશણી-ધૂળેટી ઉજવણી કરવામાં આવી

સોરઠમાં હોળીના પર્વમાં ગામેગામ ઉજવણી માટે પોતાની વિશિષ્ટતાઓ છે. એ મુજબ, ગત રવિવારની મોડી સાંજે બધે હોળી પ્રગટાવવામાં આવી હતી. તો ધૂળેટીના દિવસે ઘણુંખરું ફક્ત બાળકોએ ઉજવણી કરી હતી. મંદિરોમાં પણ હોળી-ધૂળેટીની ઉજવણી કરાઇ હતી. કોડીનાર તાલુકામાં 10 હજારની વસ્તી ધરાવતા દેદાની દેવળીમાં હોલિકા દહન બાદ એટલેકે સવારે 4 વાગ્યે લાકડા બળી ગયા બાદ અંગારાને કાઢી અમુક ફૂટ લંબાઇમાં પાથરી દેવામાં આવે છે.

ત્યારબાદ એ અંગારા પર ગામના વૃદ્ધો અને યુવાનો ચાલે છે. ત્યારબાદ હોળીની વચ્ચે જમીનમાં દાટેલો કુંભ બહાર કઢાય છે. આ કુંભમાં ઘઉં, ચણા, મગ તેમજ અન્ય કઠોળ ભરવામાં આવ્યું હોય છે. આ કાચું ધાન્ય જે પ્રમાણે બફાય તેના પરથી આવનારા વર્ષનો વર્તારો કરવામાં આવે છે. આ વખતે દેવળીના વડીલો દ્વારા કુંભના ધાન્યને જોઈને વર્તારો કરવામાં આવ્યો છે કે, આગામી ચોમાસું 12 આની રહેશે. એટલેકે, પાક અને પાણીનું ચિત્ર સારું રહેશે.

ડોળાસામાં હોળી-ધૂળેટીની શાંતિપૂર્ણ ઉજવણી કરાઇ

​​​​​​​

કોડીનાર તાલુકાના ડોળાસામાં તા. 28 માર્ચે હોલિકા દહન થયું હતું. તો પહેલી હોળી નિહાળતા બાળકોની વાડ કરવામાં આવી હતી.તસવીર-અનિલ કાનાબાર

​​​​​​​માળિયા હાટીનામાં હોલિકા ઉત્સવ ઉજવાયો

​​​​​​​

સરકારની ગાઈડ લાઈન મુજબ માળિયા હાટીનામાં હોલિકા ઉત્સવ સાદગીથી ઉજવાયો હતો. દર વર્ષની જેમ આ વર્ષે પણ લોકોની હાજરી ઓછી રહી હતી.તસવીર-મેહશ કાનાબાર

​​​​​​​માણેકવાડામાં હોળી-ધુળેટીએ રા'નો વરઘોડો

માણેકવાડામાં હોળી-ધુળેટી પર્વની ઉત્સાહભેર ઉજવણી કરાઇ હતી. અહીં ડીજેના તાલે રા''નો વરઘોડો નિકળ્યો હતો.

ઊનાના સૂર્યવંશી મિત્ર મંડળ દ્વારા ધૂળેટી પર્વની ઉજવણી

ઊના શહેરમાં મોટા કોળીવાડા વિસ્તારમાં સૂર્યવંશી મિત્ર મંડળ ગ્રૃપના યુવાનો દ્વારા ધૂળેટી પર્વની ભાવવિભોર ઉજવણી કરાઇ હતી. તસવીર- જયેશ ગોંધિયા

​​​​​​​શાંતિપરામાં જેસીબીથી હોળી ગોઠવવામાં આવી

​​​​​​​

શાંતિપરામાં હોળી માટે બધા લોકોએ ભેગા મળી એટલા બધા લાકડા એકઠા કર્યા કે તેને ગોઠવવા માટે જેસીબીની મદદ લેવી પડી હતી.

માળિયામાં શ્રીરામ મંદિર દ્વારા રવાડીની પધરામણી

માળિયા હાટીનામાં ધુળેટીના દિવસે શ્રીરામ મંદિરના મહંત કનુબાપુ નિમાવત દ્વારા સવારે 8 વાગ્યાથી ભગવાન શ્રી બાલકૃષ્ણની મૂર્તિ સાથે વાજતે ગાજતે રવાડી નિકળી હતી.

મેંદરડાની બ્રાહ્મણ શેરીમાં હોળી પ્રગટાવવામાં આવી

​​​​​​​

મેંદરડાની બ્રાહ્મણ શહેરી વિસ્તારમાં હોળીની ઉજવણીમાં વર્ષોની પરંપરા મુજબ હોલીકા દહન કરવામાં આવ્યું હતું.

ઊના ચંદ્રકિરણ સોસાયટીમાં રંગબેરંગી હોળી શણગારાઇ

​​​​​​​

ઊનાના ચંદ્રકિરણ ગ્રુપ દ્વારા છાણાંના ઉપયોગથી દિવાળીની જેમ હોલિકા માતાને રંગોથી શણગારાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો