તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિરોઘ:કૃષિ કાયદાના વિરોધમાં કોડીનાર ખાતે રસ્તા રોકો આંદોલન કરાશે

કોડીનાર23 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કિશાન મોરચા સમિતી દ્વારા ખેડૂતોના હિત માટે આગામી શનિવારે પ્રદર્શન કરાશે

હાલ દેશભરમાં ખેડુતો દ્વારા કૃષિ બિલના વિરોધમાં વિવિધ શહેરોમાં વિરોઘ પ્રદર્શન ચાલી રહ્યા છે. ત્યારે કોડીનાર રાષ્ટ્રીય કિશાન મોરચા તથા કિશાન એકતા સમિતિ દ્વારા શિનિવારના રોજ બપોરે 11 કલાકે કોડીનાર બાયપાસ ચોકડી પાસે રસ્તા રોકો આંદોલન શરૂ કરવામાં આવનાર છે. કાળા કાયદાના વિરોધમાં સયુક્ત કિશાન મોરચા દ્વારા દેશ ભરમાં પ્રદર્શન થઈ રહ્યા છે.

જેમાં રાષ્ટ્રીય કિશાન મોરચા તેમજ કિશાન એકતા સમિતિ દ્વારા સમર્થન આપી ખેડુતોના હિત માટે પ્રદર્શન કરવામાં આવી રહ્યુ છે. જેમાં ગીર-સોમનાથ જિલ્લાના ખેડૂતો યુવાનો, મહિલાઓ દ્વારા આહવાન કરવામાં આવ્યું છે. જેથી આગામી 6 જાન્યુંઆરીના રોજ 11 કલાકે વેરાવળ હાઇવે બાયપાસ ચોકડી કોડીનાર ખાતે કિશાન મોરચા તેમજ કિશાન એકતા સમિતિ દ્વારા સયુકત વાહન રોકો આંદોલન શરૂ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો