કામ અધુરૂં:ડોળાસામાં પશુ દવાખાનાના ઠેકાણાં નથી, 15 વર્ષથી કામ અધુરૂં

કોડીનાર18 દિવસ પહેલા
  • કૉપી લિંક

ડોળાસા ગામ માટે પશુ દવાખાના માટેની કામગીરી 15 વર્ષ પહેલા શરૂ કરાઈ હતી. જો આજદિન સુધી નહિં બનતાં લોકો રોષે ભારાયાં છે. કોન્ટ્રાક્ટર કામ અધૂરૂં છોડી નાસી ગયો પરંતુ જવાબદાર તંત્રના આખ આડા કાના જેવી સ્થિતી સર્જાઈ છે. જેને પૂરું કરવા સરકાર દ્વારા કોઈ જ પ્રયાસ થયા નથી.

જે અંગે અનેક વખત રજૂઆતો કરાઈ હોવા છતાં પરિણામ આવ્યું નથી. સરકારે પશુ પશુંઓની સારવાર માટે "હરતું ફરતું દવાખાનું" યોજના હેઠળ એમ્બ્યુલન્સ સુવિધા પુરી પાડી છે. જો કોઈ પશુ બીમાર પડે તો કોડીનાર લઈ જવું પડે છે. તેનું અંતર 18 કી.મી., ઊનાનું 22 કી.મી. છે પશુ એમ્બ્યુલન્સ આવતી નથી.

અન્ય સમાચારો પણ છે...