તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:ઘેરથી ભાગેલી પરિણીતાએ નામ બદલી પૈસા લઇ બીજા લગ્ન કર્યા

કોડીનાર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અમદાવાદમાં પતિએ ગુમ થયાની ફરિયાદ કરતાં કોડીનારનું લોકેશન મળ્યું

મૂળ કોલકાત્તાની અશના પરવીન નામની યુવતીના લગ્ન અમદાવાદના વટવામાં ફરીદભાઇ અંસારી સાથે થયા હતા. લગ્નજીવન દરમ્યાન તે બે બાળકોની માતા પણ બની હતી. તે ગત તા. 9 એપ્રિલ 2021 ના રોજ બપોરે કામનું બહાનું કરી ચાલી ગઇ હતી. તે ઘેર પરત ન ફરતા તેના પતિ ફરીદ અંસારીએ વટવા પોલીસ સ્ટેશનમાં પત્ની ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.

આથી અમદાવાદ પોલીસે તપાસ હાથ ધરતાં તેનું લોકેશન કોડીનારનું મળ્યું હતું. આથી અમદાવાદ પોલીસે કોડીનાર પોલીસને જાણ કરતાં કોડીનારના પીઆઈ એસ. એન. ચુડાસમાના માર્ગદર્શન હેઠળ એએસઆઈ રમેશભાઈ વાઢેળે તપાસ હાથ ધરી અશના પરવીનને કોડીનારના જીન પ્લોટ વિસ્તારના એક મકાનમાંથી પકડી હતી.

તેને પોલીસ મથકે લાવી પૂછપરછ કરતાં ઘેરથી ભાગી તેેણે દીવમાં એક એજન્ટની મદદથી પટેલ મનીષાબેન અશોકભાઈ (રે. ઉમરપાડા, સુરત) ના નામનું બોગસ આધાર કાર્ડ બનાવડાવ્યું હતું. અને લગ્ન કરવા ઉત્સુક કોડીનારના ચૌહાણ પરેશ રમેશભાઈ સાથે રૂપિયા લઇ દીવના ઘોઘલામાં લગ્ન કર્યા હતા. બાદમાં તે કોડીનારના જીન પ્લોટમાં પરેશ સાથે પત્ની તરીકે રહેતી હતી. આથી કોડીનાર પોલીસે અશના પરવીનનું નિવેદન નોંધી તેને અમદાવાદ પોલીસને હવાલે કરી હતી. પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...