ફરિયાદ:વૃક્ષોનો સોથ વાળતું વાહન ગામલોકોએ અટકાવ્યું

કોડીનારએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દેવળી ગામે કંપનીના વાહનોને લીધે વૃક્ષો-વીજ વાયર તૂટે છે

કોડીનાર તાલુકાના દેવળી ગામેથી શાપુરજી પાલોનજી કંપનીના ભારે વાહનો તોતીંગ મશીનરી લઇને પસાર થાય એ વખેત વૃક્ષોનો સોથ વાળવા સાથે વીજ લાઇનોને પણ નુકસાન પહોંચાડતું જતું હોઇ આજે એક વાહનને ગામલોકોએ અટકાવી દીધું હતું. આજે 100 ટન વજનની ક્ષમતાવાળું હેવી મશીનરી લાદેલું વાહન કોડીનારના દેવળી ગામથી આજે પસાર થઇ રહ્યું હતું. એ વખતે 100 વર્ષથી પણ જૂના વૃક્ષોનો સોથ વાળતું જતું હોઇ દેવળીના ગ્રામજનો દ્વારા આ વાહનને રોકવામાં આવ્યું હતું. અને કંપનીના જવાબદાર અધિકારીઓ સામે વનવિભાગમાં ફરિયાદ કરવા મક્કમ બન્યા હતા.

એક મહિના પહેલાં પણ આવી વિરાટ મશીનરી લઇને નિકળેલા કંપનીના વાહનો આ ગામે અટવાયા હતા. એ વખતે કોડીનાર મામલતદારે વૃક્ષ કાપવાની મંજુરી આપતાં ગામના રણજીતસિંહ બારડે એવી દલીલ કરી હતીકે, ગુજરાતના વન અને પર્યાવરણ વિભાગ ગાંધીનગરના ઠરાવમાં એવી નોંધ છે કે, વૃક્ષો કાપવા માટે કે તેને વાહતુક કરવા માટે 15 જુનથી ઓક્ટોબર સુધી ઓફ સીઝન ગણાય.

આ સમયમાં કોઇપણ સંજોગોમાં મંજૂરી ન મળે. ત્યારે આ વૃક્ષ કાપવાની મંજૂરી સામે પણ પ્રશ્નો ઉઠ્યા છે. વળી અહીંના રસ્તા અને પુલો આટલા ભારે વાહનોનો બોજ વહન કરવા સક્ષમ છે કે નહીં તેની મંજૂરી પણ માર્ગ અને મકાન વિભાગ પાસે લેવાઇ નથી. આથી આ રસ્તા કે પુલ તૂટી જાય તો જવાબદારી કોની એ પણ સવાલ છે. આ મશીનો કંપની દરિયાઇ માર્ગે લાવે એવી રજૂઆત પણ ગ્રામજનોએ કરી છે.

અન્ય સમાચારો પણ છે...