કોડીનારનાં કાજ ગામે તંત્ર ગૌચરની જમીનમાં થયેલ દબાણ દૂર કરવા પહોંચ્યું હતુ. જો કે, લોકોએ વિરોધ કર્યો હતો. અને વિરોધ કરનાર અમરસિંહભાઈ પરમારે કરેલા દબાણને હટાવવા 5 મે 2021નાં મામલતદાર દ્વારા નોટીસ અપાઈ હતી. અને વિરોધ પ્રદર્શન એટલી હદે વધી ગયું હતું. કે, અધિકારીઓની રૂબરૂમાં જ અમરસિંહભાઈ પરમારે કેરોસીન છાંટી સળગવાનો પ્રયત્ન કરે એ પહેલાં જ ત્રણ વ્યક્તિની અટક પણ કરી હતી. અને જામીન પર છોડી મુકાયા હતા.
કોડીનારનાં કાજ ગામે ગૌચરમાં દબાણ મુદ્દે અનેક ઉપવાસ આંદોલન થયા બાદમાં વર્ષ-2019માં વર્ષાબેન પરમાર, રણજીતભાઈ પરમાર, કરશનભાઈ પરમાર અને મહેશભાઈ પરમારનાં નામે પીઆઈએલ દાખલ થઈ. જેમા કોર્ટે ગૌચરનું દબાણ દૂર કરી રીપોર્ટ કરવા તાકીદ કરતા ડે.કલેકટર અવનીબેન હરણ, મામલતદાર કે.જે.મારુ સહિતનાં અધિકારીઓ, પોલીસ સ્ટાફ, તલાટી મંત્રી સ્થળ પર પહોંચ્યા હતા. અને મકાનો દૂર કરે એ પહેલાં જ ગામ લોકોએ વિરોધ કરતા પરત જવાની ફરજ પડી હતી. અત્રે ઉલ્લેખનીય એ છે કે, તંત્ર દ્વારા અગાઉ ગેરકાયદેસર ઝીંગાફાર્મ તોડી પાડવામાં આવ્યા હતા.
પહેલાં ઝીંગાફાર્મ તોડી પાડો : ગ્રામજનો
લોકોનાં જણાવ્યા અનુસાર ગેરકાયદેસર ઝીંગાફાર્મને તોડી પાડવા અનેક વખત અધિકારીઓ આવ્યા પરંતુ સફળ થયા વગર પરત ફરતા હોય જેથી નવનિયુક્ત સરપંચ મહેશભાઈ પરમાર સહિતનાં લોકો રોષે ભરાયા હતા. અને આમ તંત્ર ઝીંગા ફાર્મ તોડવાના બદલે ગૌચરમાં બનાવેલા મકાનો તોડતું હોય જે પણ કોઈ જાણ કર્યા વિના. પહેલા ઝીંગા ફાર્મ તોડી પાડો બાદમાં મકાનો પર બુલડોઝર ફેરવો એવી માંગ કરી હતી. યોગ્ય નહીં થાય તો હાઈકોર્ટમાં જવાની ચિમકી ઉચ્ચારી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.