હડતાલનો અંત:કોડીનાર પાલિકાના કર્મી પર હુમલાને લઇ હડતાલનો અંત

કોડીનાર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બનાવ બન્યો એ વિસ્તાર સિવાય બધે સફાઇ, પાણી સેવાઓ પૂર્વવત

કોડીનાર નગરપાલિકાના સેનેટરી ઇન્સપેક્ટર પર 2 દિવસ પહેલાં હુમલો થયા બાદ તમામ કર્મચારીઓએ શહેરમાં સફાઇ, પાણી, સ્ટ્રીટ લાઇટ સહિતની સેવાઓ અટકાવી દીધી હતી. જેમાં આજે અધિકારીઓ અને પદાધિકારીઓની દરમિયાનગીરીથી અંત આવ્યો હતો. કોડીનાર નગરપાલિકાનાં સેનેટરી ઇન્સપેક્ટર ભાવેશભાઇ મશરીભાઇ ઝાલા પર ગત તા. 19 નવે.ના રોજ રઘુવીરનગર પાસે સુખરામ નગરમાં રફીક સુલેમાન સલોત સહિતના લોકોએ હુમલો કર્યો હતો.

જેને પગલે કોડીનાર પોલીસ મથકે આવેદનપત્ર પાઠવી હડતાલ પર ઉતરી ગયા હતા. આથી મામલતદાર, પોલીસ અને પાલિકાના પદાધિકારીઓએ ન્યાયની ખાત્રી આપતાં હડતાળ સમેટાઈ હતી. અને પાલિકાના કર્મચારીઓ કામે લાગ્યા હતા. જેમાં બનાવવાળા વિસ્તારને બાદ કરતાં બીજા વિસ્તારોમાં નગરપાલિકાની પાણી પુરવઠા, સફાઈ, સ્ટ્રીટલાઈટ જેવી સેવાઓ તાત્કાલિક પૂર્વવત કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...