ખેડૂતોમાં રોષ:ડોળાસામાં વીજ ધાંધિયાને લીધે ઉભા મોલ સૂકાયા

ડોળાસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખેતરમાં મગફળી, કપાસ સહિતને સમયસર પીયત ન મળ્યું

કોડીનાર તાલુકાના ડોળાસા વિસ્તારમાં ખેતીવાડીની વીજળી દિવસમાં માત્ર બે કલાક જ આવતી હોવાથી ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. હાલ મગફળીના પાકને પિયત કરવું જરૂરી છે. ત્યારે જ વિજ ધાંધિયાથી ખેતરમાં ઊભા પાક સુકાય રહ્યા છે.કોડીનાર, ઊના અને ગીરગઢડા તાલુકાના 40થી વધુ ગામમાં મગફળી, કપાસ, બાજરી સહિતના પાકોનું વ્યાપક પ્રમાણમાં વાવેતર થયું છે. સિઝનમાં શરૂઆતમાં વરસાદ ઓછો થયો જેથી દુષ્કાળ જવાનો ભય હતો. પરંતુ આખરમાં સારો વરસાદ થતાં થોડું પણ પાકશે તેવી ખેડૂતોને આશા બંધાઈ હતી.

હાલ ચોમાસું પૂરું થતાં પાકને પિયતની જરૂર છે. અન્યથા પાક નિષ્ફળ જવાની સંભાવના વર્તાઈ રહી છે. ઉપરાંત દિવસ દરમ્યાન માત્ર બે કલાક અને તે પણ કટકે-કટકે વીજ પ્રવાહ મળવાથી પિયત થઈ શકતું નથી. જ્યારે સરકારે ખેત વીજળી 10 કલાક આપવાની જાહેરાત કરી હતી. સત્વરે ખેત વીજળી તુરત પૂરી પાડવા ડોળાસાના ખેડૂતોની માંગ છે. અન્યથા ખેડૂતો આંદોલનનો માર્ગ અપનાવશે તેમ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...