હાલાકી:કોડીનાર મધ્યમાં આવેલ પોલીસ સ્ટેશન જર્જરિત

કોડીનાર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિકલ્પમાં શરૂ કરેલી પોલીસ ચોકીનું ઉદ્ઘાટન કરી શરૂ કરો

કોડીનાર શહેરના મધ્યમાં આવેલ પોલીસ સ્ટેશનનું બિલ્ડીંગ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યું છે. ત્યારે નવું બિલ્ડિંગના નિર્માણ માટે પોલીસ સ્ટેશને સ્થળાંતર કરાયું છે. ત્યારે તેના વિકલ્પમાં શહેરના અન્ય બે વિસ્તારમાં પોલીસ ચોકી ઊભી કરાઈ છે. પરંતુ તેનું હજુ સુધી ઉદ્ઘાટન ન થતાં તાત્કાલીક શરૂ કરવા માંગ ઉઠી છે.કોડીનારથી બે કિ.મી. દૂર ખાંડ ઉદ્યોગના બિલ્ડિંગમાં પોલીસ સ્ટેશન ભાડાથી ચાલે છે.

શહેર પોલીસ સ્ટેશન વિહોણું ન થાય તે માટે પાણી દરવાજા પાસે એક ફોલ્ડિંગ પોલીસ ચોકીનું નિર્માણ કર્યું છે. જેનું ઉદઘાટન હજુ સુધી ન થતાં બંધ હાલતમાં છે. જ્યારે અજંટા સિનેમા વિસ્તારના હરિઓમ ચોકમાં પણ હરિઓમ પોલીસ ચોકી ખોલવામાં આવી છે. જે ચોકી પણ કાયમ માટે બંધ જ રહે છે. ત્યારે હાલ શહેર ધણીધોરી વગરનું થઈ ગયું છે. આથી પોલીસ ચોકી શરૂ થાય તે માટે તંત્ર દ્વારા પગલાં ભરવામાં આવે માંગણી ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...