લોકોમાં ભય:પણાદારમાં વાછરડીનું મારણ કરનાર દિપડો પાંજરે પુરાયો

કોડીનારએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અવાર-નવાર વન્ય પ્રાણીઓનાં હુમલાથી સ્થાનિક લોકોમાં ભય

કોડીનારનાં પણાદાર ગામના રમેશભાઈ કામળિયાની વાડીમાં દીપડાએ શનિવારે વાછરડીનું મારણ કર્યું હતું. જે અંગેની જાણ કોડીનાર રાઉન્ડ ફોરેસ્ટર ગોપાલસિંહ રાઠોડને કરી હતી. આથી આર.એફ. ઓ. પટેલના માર્ગદર્શન હેઠળ ફોરેસ્ટ વિભાગના કર્મી દ્વારા ઘટના સ્થળ વાડીમાં પાંજરું ગોઠવ્યું હતું. અને વન કર્મી સેવરાભાઈ, સોલંકીભાઈ તથા અલીભાઈ વોચ રાખી બેઠા હતા. દરમ્યાન આશરે રાત્રીના 02:30 કલાકે દીપડો નર ઉંમર 5 થી 7 પાંજરામાં પુરાયો હતો. ત્યારબાદ તેને જામવાળા એનિમલ કેર સેન્ટર ખાતે રવાના કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...