તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

યજ્ઞયાત્રાનું આયોજન:ગાયત્રી પરિવારે 73 ઔષધિના ઉપયોગથી 42 કુંડી હવન કર્યો

કોડીનાર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોના સામે લડવા કોડીનારમાં પરિભ્રમણ યજ્ઞયાત્રાનું આયોજન કરાયું

કોરોનાની મહામારીએ અજગરી ભરડો લેતા કારણે કેસમાં ઉતરોતર વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે વાતાવરણમાં રહેલા કોરોના વાયરસને નષ્ટ કરવા માટે તેમજ વાતાવરણના શુધ્ધિકરણ માટે એક અસરકારક વેદોક્ત ઉપાયરૂપે 73 ઔષધિયુક્ત હવન સામગ્રી,ગાયના શુદ્ધ ઘી,ગાયના છાણાં,ભીમસેન કપુર, સહિતની સામગ્રીની આહુતિ સાથે વૈદિક, વૈજ્ઞાનિક પરિભ્રમણ યજ્ઞ યાત્રાનું કોડીનાર કોડીનાર શહેરમાં આયોજન કરાયું હતું.

કોડીનારની સામાજીક સંસ્થાઓ, સેવા મંડળો તેમજ અગ્રણીઓ અને દરેક સમાજના કાર્યકર્તાઓના હુંફાળા સાથ સહકારથી ગત, શનિવાર તેમજ રવિવારના રોજ 2 દિવસ હવનું કરાયા હતા. જેમાં ગાયત્રી પરિવાર દ્વારા એકસાથે 42 કુંડી યજ્ઞ મંત્રોચ્ચાર સાથે શાશ્ત્રોકત વિધિ અનુસાર કર્યો હતો. અને આ દરેક યજ્ઞકુંડી સાથે કોડીનારના દરેક વિસ્તારોમાં વિવિધ સેવા મંડળો તેમજ સામાજીક સંસ્થાઓના કાર્યકર્તાઓ દ્વારા આશરે 15 કીલોમીટર જેટલી પરિભ્રમણ યજ્ઞયાત્રા ચાર વિભાગમાં કરવામાં આવી હતી. યજ્ઞયાત્રાના મુખ્ય દાતા સ્વ.ભગતસિંહભાઇ ભૂઇના પુત્ર જગમોહનસિંહ ભૂઇ હતા તથા અન્ય દાતાઓ દ્વારા પણ અનુદાન અપાયુ હતું.

અન્ય સમાચારો પણ છે...