તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હિંમતને બિરદાવી:મિતીયાજના ખેડૂતે લાકડી વડે 3 સિંહને તગેડી પશુનો જીવ બચાવ્યો

કોડીનારએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સિંહે પંજો મારતા 1 ગાયને ઈજા, લોકોએ ખેડૂતની હિંમતને બિરદાવી

કોડીનાર તાલુકાના મિતીયાજ ગામે વહેલી સવારે 3 સિંહનું ટોળુ આવી પહોંચ્યું હતું. અને વાડી વિસ્તારમાં પશુના વાડામાં મારણ કરવા હુમલો કર્યો હતો. સદનસીબે ખેડુત આવી પહોંચતા પશુઢોરને બચાવી લીધા હતા.

મિતીયાજ ગામે ભૂપતભાઈ બાલુભાઈ ગોહિલની વડીમાં અચાનક 3 સિંહનું ટોળું આવી ચઢ્યું હતું. અને વાડામાં બાંધેલા પશુ પર હુમલો કર્યો હતો અને એક ગાયને પંજો માર્યો હતો.

દરમ્યાન પશુઓના અવાજથી ખેડુત ભુપતભાઈનું ધ્યાન પડતા તેમણે લાકડી વડે સિંહોને ત્યાથી ભગાડી અને અન્ય પશુનો જીવ બચાવ્યો હતો. ખેડુતની હિમતને લોકોએ બિરદાવી હતી. ત્યારબાદ સુરપાલસિંહ બારડે તાત્કાલીક ફોરેસ્ટ ખાતાને જાણ કરી આ ત્રણેય સિંહને કેદ કરવા તજવીજ હાથ ધરી છે. અવાર-નવાર બનતા હિંસક જાનવરોના બનાવોને લીધે વાડી વિસ્તારમાં રહેતા ખેડૂત પરિવારોની પરિસ્થિતિ કફોડી બની છે.

અન્ય સમાચારો પણ છે...