ઘટના:વીજ કર્મચારીએ હાકોટો પાડતાં દીપડો બકરીને મૂકીને પલાયન

કોડીનારએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કોડીનારના જમનવાળા-ભિયાળ રોડ પર બનેલી ઘટના

કોડીનાર તાલુકામાં જમનવાળા ભિયાળ રોડ ઉપર નાની ફાંફણીના ભીખાભાઈ રબારી ખેતરમાં પોતાના ઘેટા-બકરાં ચરાવતા હતા ત્યારે સામે ઢોરા પરની ખાણમાંથી એક ખૂંખાર દીપડો ચઢ્યો હતો. અને બકરાના ટોળામાંથી એક બકરી મોઢામાં લઇ અને ભાગી રહ્યો હતો. એ વખતે કોડીનાર પીજીવીસીએલના સેવાભાવી કર્મચારી દિપક ગોહિલ મીટર રીડિંગ કરતા હતા. આ દ્રશ્ય જોતા તેઓ દીપડા પાછળ દોડ્યા હતા. અને જોરથી બૂમો પાડતાં દીપડો બકરી મૂકી અને ત્યાંથી ભાગી છૂટ્યો હતો. તો જીવ બચી જતાં બકરી ભિયાળ રોડ તરફ દોડવા લાગી હતી.

દરમ્યાન ભીખાભાઈ રબારી દીપકભાઈ પાસે આવેલ અને કહેવા લાગ્યા કે, મારી બકરીને દીપડો લઈ ગયો એ જોયો ? દીપકભાઈએ તેમને સાંત્વના આપીને કહ્યું, મેં તમારી બકરીને બચાવી લીધી છે. ભીખાભાઇએ કહ્યું, તમે મારી આજીવિકા બચાવી. અને દિપકભાઇનો આભાર માન્યો હતો. દીપકભાઈ ગોહીલ જુનિયર આસિસ્ટન્ટ મીટર રીડર છે. તેમણે નિસ્વાર્થ ભાવે ઘણા લોકોના જીવ બચાવ્યા છે. એક્સીડન્ટના બનાવોમાં કોઇ વ્યક્તિ રસ્તા પર પડેલ હોય તો તેમને હોસ્પિટલ પણ પહોંચાડે છે.

અન્ય સમાચારો પણ છે...