તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જોખમ:ગાયકવાડ સ્ટેટની જર્જરીત ઈમારત અકસ્માત સર્જી શકે

કોડીનાર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોઈપણ વ્યક્તિનો ભોગ લે તે પહેલા કામગીરી કરવા લોકોમાંથી માંગ ઉઠી

કોડીનાર મામલતદાર કચેરી, પોલીસ સ્ટેશન, હોમગાર્ડ કચેરી ગાયકવાડ સ્ટેટ વખતની એક જ બીલડીંગમાં કાર્યરત હતી. ગરમ્યાન થોડા વર્ષો પહેલા મામલદાર કચેરી તથા પોલીસ સ્ટેશને અન્ય સ્થળે ફેરવી નાખ્યા છે. પરંતુ ગાયકવાડ સ્ટેટની બે માળની ઈમારત જર્જરીત હાલતમાં હોવાથી ગમે મોટા અક્સમાત સર્જી શકે તેમ છે. જેથી બિલ્ડીંગ ઊતારી લેવામાં લોકએ માંગણી કરી છે.

આ બે માળના જર્જરીત બીલ્ડીંગ પાસે એસબીઆઈ પેટા તેજોરી, સીટી સર્વે, ઓફિસ તથા કોર્ટ બીલ્ડીંગ આવેલું છે. ઉપરાંત ગજાનંદ મંદિર, કેદારનાથ મંદિર, તથા સરકારી ગેસ્ટહાઉસ પણ અહીંયા આવેલ હોવાથી દર્શનાર્થીઓ તથા સરકારી કામે આવતા અરજદારો અહીંથી પસાર થતાં હોય છે. જેથી કોઈપણનો ભોગ લેવાઈ તે પહેલા જર્જરિત બિલ્ડીંગનો બિજો માળ તાત્કાલીક ઉતારી લેવા લોકોએ માંગણી કરી છે.

અન્ય સમાચારો પણ છે...