તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સહાયની માંગ:આલીદરના અઢી માસના વિવાન માટે CM રાહતનિધી ફંડમાંથી રકમ ફાળવે

કોડીનાર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્પાઈન મસ્ક્યુંલર એટ્રોફીની બિમારીયુક્ત બાળક માટે 16 કરોડનુ ઈજેક્શન
  • કોડીનારના ધારા સભ્યએ મુખ્યમંત્રીને લેખીત રજુઆત, વધુમાં વધુ સહાયની માંગ

આજકાલ બાળકો sma (સ્પાઈન મસ્ક્યુંલર એટ્રોફી) નામની ગંભીર બીમારીના ભોગ બનનારના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. તાજેતરમાં ગીર સોમનાથના આલિદર ગામનો બાળક આ બિમારીથી પીડાય રહ્યો છે. જેના ઈન્જેક્શનના ખર્ચને પહોંચી વળવા કોડીનાર ધારાસભ્ય દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી મદદ માંગી છે.

આલિદર ગામના અઢી મહિનાના વિવાન નામનો બાળક ગંભીર બીમારીથી પીડાય રહ્યો છે. કચ્છમાં ખાનગી કંપનીમાં નોકરી કરી પોતાના ઘરનું ગુજરાન ચલાવતા અશોકભાઈ વાઢેળના કહેવા મુજબ વિવાનને સ્વાસ લેવામાં તકલીફ થતા તેને જૂનાગઢ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાથી તેમના રિપોર્ટ ચેન્નઈ મોકલાયા બાદ માલુમ પડ્યું કે વિવાનને sma (સ્પાઈન મસ્ક્યુંલર એટ્રોફી) નામની બીમારીથી પીડાય રહ્યો છે. જે બિમારી ધૈર્યરાજને પણ હતી તેજ બીમારી વિવાનને પણ થઈ છે. જેના ઈન્જેકશન માટે રૂ. 16 કરોડનો ખર્ચો થશે તેવું નિષ્ણાતોએ જણાવ્યું છે. જેથી મુખ્યમંત્રી રાહત નીઘી માંથી વધુમાં વધુ રકમ ફાળવવામાં તેમ કોડીનાર ધારાસભ્ય મોહનભાઇ વાળાએ મુખ્યમંત્રીને પઞ લખી માંગણી કરી છે.

અન્ય સમાચારો પણ છે...