તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુશ્કેલી:કોડીનાર તાલુકાના છાછર ગામમાં તસ્કરોનો આતંક, 12 બકરા ચોરાયા

કોડીનારએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દાગીના, રોકડ તો ઠીક પણ માલઢોરને પણ સાચવવા મુશ્કેલ
  • અબોલ જીવને સાચવવા માટે ફરિયાદ કરવા સ્થાનિકો મજબૂર

કોડીનાર તાલુકાના છાછર ગામમાં એક વિચિત્ર બનાવ સામે આવ્યો છે. આજકાલ તસ્કરોએ જાણે આંતક મચાવ્યો હોય તેમ 12 બકરાની ચોરીની ઘટના સામે આવી છે. આ બાબતે ખેડૂતે પોલીસમાં ફરિયાદ નોંધાવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગય છે. કોડીનાર તાલુકામાં માલઢોરની ચોરી કરતા તસ્કરો હાલ શક્રિય બન્યા છે. થોડા સમય પહેલા ઘાટવડ ગામમાંથી ભેંસની ચોરી થઈ હતી.

પરંતુ અધિકારીએ ગણતરીના દિવસોમાં ચોરને પકડી પાડ્યાં હતા. દરમ્યાન છાછર ગામના ખેડૂત રખાભાઈ વાલીભાઈ વાકોટ ગોવિંદપુર ભંડારીયા ગામની સીમમાં ખેતીની જમીન ધરાવે છે. અને સિંધાજ જતા રોડ કાંઠે માલઢોર રાખવાનું ઢાળીયું બનાવેલ છે. ખેડૂત ગત સોમવારે સાંજના ખેતીકામ કરીને પોતાના ઢાળીયામાં 12 બકરાને રાખી તાળું મારી પોતાના ઘરે જતા રહ્યા હતા.

જ્યારે ગઈકાલે સવારના આઠ વાગ્યાના સુમારે વાડીએ જતા જોયું તો ઢાળિયાનું તાળું તોડીને તસ્કરો બકરાની ચોરી થઈ હોવાનું જોવા મળ્યું હતું. જેથી ખેડૂતે અંદાજે કી.રૂ. 1,80,000ના 12 બકરાની ચોરીની ફરિયાદ કોડીનાર પોલીસમાં નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...