હડતાલ:તલાટીની હડતાલ, ખેડૂતોની કામગીરી ખોરંભે, કોડીનારમાં હડતાલ ચાલુ રહે ત્યાં સુધી રેવન્યુ તલાટી ગોઠવી આપવા માંગણી

કોડીનાર3 મહિનો પહેલા
  • કૉપી લિંક

કોડીનાર તાલુકામાં તા.2 થી 12 ઓક્ટોમ્બર સુધી તલાટી મંત્રીઓ હડતાલ પર ઉતર્યા છે. જેના કારણે ખેડૂતોની મગફળી નોંધણીની પ્રક્રિયા ખોરંભે ચઢી છે. જે બાબતે કોડીનાર તાલુકા સરપંચ સંધ દ્વારા તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવામાં આવ્યું છે. આવેદનમાં જણાવ્યા અનુસાર તલાટીની તા.2થી12 સુધી હડતાલ ઉપર ઉતર્યા હોવાથી ખેડૂતોની પાણી પત્રક સહિત પંચાયત ઘરની તમામ કામ ગીરી ઠપ થઈ છે.

માટે સરકાર દ્વારા તલાટીની હડતાલ બને તેટલી વહેલી સમેટાઈ તેવાં પ્રયત્નો કરવા. ઉપરાંત હડતાલ ચાલું રહે ત્યાં સુધી પંચાયત ઓફીસમાં રેવન્યુ તલાટી ગોઠવી આપવા માંગણી કરાઈ છે. જે બાબતે ગીર-સોમનાથ કલેકટર, મામલતદાર તથા જીલ્લા વિકાસ અધિકારીને લેખીતમાં જાણ કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...