વિવાદ:સરપંચ, તલાટીએ ખોટા પુરાવા ઉભા કરી મતદાર યાદીમાં નામો ચઢાવ્યા

કોડીનારએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગોહિલની ખાણના ગામલોકોએ નવી મતદાર યાદી માટે આવેદન આપ્યું

કોડીનાર તાલુકાના ગોહિલની ખાણ ગ્રામ પંચાયતની આગામી ડિસેમ્બરમાં યોજાનાર ચૂંટણી માટેની મતદાર યાદી પ્રસિદ્ધ કરાઇ છે. જેમાં સરપંચ, તલાટી અને નિવૃત્ત તલાટીએ નિયમ વિરૂદ્ધ જઇને ખોટા દસ્તાવેજ ઉભા કરકી ભૌગોલિક અસમાનતા દર્શાવતી વોર્ડ વાઇઝની મતદાર યાદી રદ કરવા અને નવી મતદાર યાદી પ્રસિદ્ધ ન થાય ત્યાં સુધી ગ્રામ પંચાયતની ચૂંટણી ન યોજવા ગ્રામ પંચાયતના સભ્યો અને ગ્રામજનોએ ચૂંટણી મુખ્ય અધિકારીને આવેદન આપ્યું હતું.

જેમાં જણાવ્યું છે કે, ગ્રામ પંચાયતના દરેક વોર્ડમાં રહેતા ન હોય એવા મતદારોના રહેઠાણના ખોટા પુરાવા ઊભા કરી જે નામો ચઢાવવામાં આવ્યા છે તે રદ કરવામાં નહીં આવે અને નવી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં નહીં આવે તો ગ્રામજનો મામલતદાર કચેરીએ ઉપવાસ, ધરણાં સહિતના કાર્યક્રમો આપશે. અને ચૂંટણીમાં ગ્રામજનો સામુહિક બહિષ્કાર કરશે એવી ચીમકી ગ્રામ પંચાયતના સભ્ય વીરસીંગભાઈ ગોહિલ અને ગ્રામજનોએ આપી છે.

અન્ય સમાચારો પણ છે...