તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આત્મહત્યા:કોડીનારનાં ડોળાસામાં પરિણીત પ્રેમી યુગલનો સજોડે આપઘાત

ડોળાસા9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રેમીની માતા ખાલી ટિફીન લેવા આવી ત્યારે ખબર પડી

કોડીનાર તાલુકાના ડોળાસા ગામે એક પરિણીત પ્રેમી યુગલે એકસાથે ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો છે. આ બનાવ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ, ડોળાસાના બાવાજી મનુગિરી ભીમગીરી ગૌસ્વામી (ઉ. 38) ભાડે રીક્ષા ચલાવે છે. તેને બાજુના સોનપરા ગામની નયનાબેન પ્રવિણગર અપારનાથી સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. નયના અવારનવાર ડોળાસા મનુગિરીને મળવા આવતી રહેતી. મનુગિરી પરિણીત છે. પણ તેની પત્ની 11 વર્ષ પહેલાંજ તેને છોડી ગઇ છે. આથી તે એકલો જ રહે છે જ્યારે તેના માતા લીલીબેન અને પિતા ભીમગિરી ગામના તપેશ્વર મંદિરે સેવા-પૂજા કરે છે અને ત્યાંજ રહે છે.

લીલીબેન રોજ બપોરે પુત્રને ટીફીન આપી જતા અને સાંજે પાછા લઇ જતા. જ્યારે નયના 1 પુત્ર અને 2 પુત્રીની માતા છે. આજે લીલીબેન બપોરે બારેક વાગ્યે પુત્રને ટિફીન આપી આવ્યા હતા. ત્યારે તે ઘેર એકલોજ હતો. બાદમાં તેઓ બપોરે 4 વાગ્યે ખાલી ટિફીન લેવા ગયા ત્યારે બારણું ખુલ્લું જ હતું. લીલીબેન ઘરમાં જતાં મનુગિરી અને નયનાને એકસાથે ગળેફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યા હતા. બનાવની જાણ થતાં વેલણ આઉટ પોસ્ટના જમાદાર ભેડા ઘટનાસ્થળે પહોંચ્યા હતા. અને વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...